________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે,પિતા પુત્ર સાથે લડે છે, તે કુટુંબના સાથે કલેશ કરે છે, તે ઝેર ખાઈ મરે છે, તે પાણીમાં ડુબી મરી છે, તે ફાંસો ખાય છે, તે દુર્ગતિ જાય છે, તે અનંતભવરખડે છે, તે દુષ્ટ બુદ્ધિ થાય છે, તે કર્મનો અંતકરી શકતા નથી, તેની ક્માણી જાય છે, એની અક્કલચાતુરી જાય છે, શરીરે દુઃખી થાય છે સંસારસુખ જાય છે, તેની કોઈ પ્રીતિ કરતું નથી, ક્રોધથી અનેક અવગુણ થાય છે, ક્રોધ કરનારને આત્મહિત હોતું નથી. ક્રોધની સાથે પ્રીતિ કોઈ કરતું નથી ક્રોધ પાપની રાશીને ઉત્પન્ન કરે છે, ક્રોધી ગુણગણનો નાશ કરે છે.
આવીરીતે ઈહલોક અને પરલોકના નાશને કરનાર ક્રોધને જાણી ક્રોધને દિયાપાર મોકલવા કટીબદ્ધ થવું તેજ જૈન શાસનના શણગારભૂત સર્જન જીવોને ઉચિત છે.
ક્રોધ ઉપર સુરનું દષ્ટાંત વસંતપુર નગરને વર્ષ કનકપ્રભ રાજા હતો. તેને સર્વ કરતા ઇષ્ટ સર્વનો અધિકારી સુયશા નામનો પુરોહિત હતો. તેનો પુત્ર સૂર નામનો અતિક્રોધી અને કલેશ કરનાર હતો. તે દુષ્ટ બુદ્ધિવાળો નિરંતર અગ્નિના પેઠે બળતોજ રહેતો હતો. તેનો પિતા અન્યદા કાળ કરી જવાથી અને તે ક્રોધી હોવાથી તેને છોડી ને રાજાએ પુરોહિત પદે બીજાને સ્થાપન કર્યો, તેથી દ્વેષને ધારણ કરી ક્રોધ યુક્ત થઈ તેણે રાજાને મારવાને માટે અનેક પ્રકારે છિદ્રો જોવા માંડ્યા અન્યદા દોવાને અવસરે ગાયે તેને લાત મારી તેથી તેણે ગાયને મર્મ સ્થળને વિષે પ્રહાર કરવાથી તે મરણ પામી. અરે તે આ શું પાપ કર્યું ? આ ગાયને કેમ મારી ? એ પ્રકારે બોલનારી પોતાની સ્ત્રીને પણ તેણે મારી કકલાટ શબ્દ ઉઠવાથીરાજાને સેવકોએ તેને બાંધી રાજા પાસે આણ્યો અને રાજાએ પણ તેને મારવાનો આદેશ કર્યો. હવે નાના (૨૯૬
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org