________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રકારે વિડંબના કરતા લોકો તેને જોવામાં વધ કરવા લઈ જાય છે. તેવામાં તેના પુન્યોદયથી કોઈ તાપસ આવ્યો. તેણે લોકને પૂછ્યું કે ભદ્ર ! આ શું છે ? આ શું બની ગયું ? આને તમે કેમ મારો છો તેઓએ કહ્યું કે આ કોઈ મનુષ્યરૂપી રાક્ષસ ઉભો થયો છે. તેણે સારા વચનની યુક્તિથી તેને મુકાવ્યો એટલે સૂરે તેના પાસે તાપસી દીક્ષા લીધી. તે ઘણું તપ તપી રાજાનો વધ કરવા નિયાણું કરી મરીને વાયુકુમારને વિષે દેવ થયો.તેણે વસંતપુર નગરે આવીને રાજા આદિ સર્વ લોકોને ધૂળથી ઢાંકીદીધા અરે ! ક્રોધની પ્રબળતા કેટલી ! ત્યાંથી ચ્યવીને ચંડાલ થયો. અને મરીને પ્રથમ નરકે ગયો. ત્યાર પછી દષ્ટિ વિષ સર્પ થયો અને મરીને નરકે ગયો. ત્યારબાદ અનંત સંસાર રઝલ્યો ઘણો કાળ ગયા પછી સૂરને જીવ શ્રીપુર નગરે રત્નરાજાના ગામડાનો અધિકારી બ્રાહ્મણનો પુરા થયો.તેજ પ્રકારે અન્યદા ક્રોધથી રાજાની સાથે કલેશ કરવાથી રાજાના સેવકોએ વનને વિષે વૃક્ષની શાખા સાથે બાંધ્યો તે અવસરે ત્યાં ચાર જ્ઞાનવાળા મુનિ આવેલા હતા તેને રાજા વંદન કરવા આવ્યો. અને વંદન કરી દેશના સાંભળવા બેઠો હે લોકો ! તમે ભંયકર ભવરૂપી અરણ્યને વિષે કેમ રહ્યા છો ? જલ્દી નાશી જાઓ, કારણ કે વૈરભાવને ધારણ કરનાર વૈરીઓ તમારા પાછળ દોડતા આવે છે. રાજાએ પૂછયું કે કોણ વૈરી ? જ્ઞાનીએ કહાં કે કષાયો, તેમાં ક્રોધ વૈરીઓને વિષે અગ્રપદ ધારણ કરે છે. આ આગળ વૃક્ષને વિષે બાંધેલ જે માણસ દેખાય છે તે સર્વ અનર્થનું મૂળ કારણ ક્રોધ જ છે એમ કહી મુનિએ સૂરના જન્મથી તે આજ સુધીનું તેનું ચરિત્ર કહેવાથીરાજા આદિક તમામ જીવો બોધ પામ્યા. કોઇએ શ્રાવક ધર્મ, કોઈએ અભિગ્રહો, કોઈએ સમ્યત્વ વિગેરે ગ્રહણ કરી પોતપોતાના કાર્યોને સાધ્યા. રાજાએ છોડેલો સૂરનો જીવ
૨૭
૨૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org