________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
શ્રીધર આચાર્યનું દષ્ટાંત માળો વિજયનાસનો અર્થ : માન વિનયને નાશ કરે છે.
માનથી તમામ ગુણો નષ્ટ થાય છે અને દેવ, ગુરૂ, ધર્મ તત્વથી ભ્રષ્ટ થાય છે. માનથી ગુણોની હાનિ થાય છે જુઓ માન કરવાથી શ્રીધર દુ:ખી થયો હતો.
स्याल्लब्धवर्णोऽपि हि मूर्खमुख्यो,
यो ज्ञानगर्व वितनोति खर्वं । ज्ञानस्मयात् श्रीधरमत्र वाणी,
निरुत्तरं प्रश्नपदेन चक्रे॥१॥ ભાવાર્થ : પ્રસિદ્ધિને પામ્યા છતાં પણ અને જ્ઞાનને મેળવ્યા છતાં પણ જે અત્યંતજ્ઞાનના ગર્વને કરે છે તે મૂર્ખાને વિષે મુખ્ય ગણાય છે, કારણ કે જ્ઞાનના ગર્વ થકી શ્રીધર સરસ્વતી વાણીના એક જ પ્રશ્નપદથી નિરૂત્તર થયો.
એકદા પ્રસ્તાવે શ્રીધર આચાર્યે એક મહાન ગણિત નો ગ્રંથ બનાવ્યો અને તેને છેડે ગર્વને સૂચવનાર પોતાના નામનો એક શ્લોક બનાવ્યો કે - उत्तरस्तः सुरनिलयं दक्षिणतो मलयपर्वतं यावत् । प्रागपरोदधि मध्ये ,को गणकः श्रीधरादन्यः ॥१॥
ભાવાર્થ : ઉત્તરને વિષે મેરૂ પર્વત સુધી તથા દક્ષિણને વિષે મલયાચલ પર્વત સુધી તથા પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધીમાં શ્રીધર વિના બીજો ગણક કોણ હતો ? અર્થાત્ કોઈ જ નહિ.
ત્યારબાદ હું સરસ્વતીનો પુત્ર છું, એવું બિરૂદ અભિમાનથી ધારણ કર્યું તેથી સરસ્વતી વિચાર કરવાલાગી કે અહો ! આ પંડિત
૨૯૯
૨૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org