________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
CT ક્યુટને વિષે મદિરા વેશ્યાની ક્યા ))
હર્ષપુર નગરને વિષે બહુ ધન ધાન્યાદિક પરિગ્રહ વડે પરમાનંદને પામેલ શ્રીમાન જયાનંદ શ્રેષ્ઠીનો મકરંદ નામનો પુત્ર હતો. એકદા આનંદ શ્રેષ્ટીએકનકસેન નામની વેશ્યાને કહ્યું કે હે સુભગે ! મારા પુત્રને સ્ત્રી ચરિત્રની કળાને વિષે નિપુણ કર, તે સાંભલી તેણીએ કહ્યું કે હે શ્રેષ્ઠિન્ ! તારા પુત્રને તમામ સ્ત્રી-ચરિત્રને વિષે હું પૂર્ણ કરીશ, પરંતુ જે સ્ત્રીઓ જીવતી હશે .તેનો દંભ તારો પુત્ર જાણી શકશે, પરંતુ મરણ પામેલીના દંભથી જે સ્ત્રીઓ તારા પુત્રને જીતશે તે હું ન જાણું, કારણ કે મરણના દંભથી કરેલ કલાકૌશલ્યને તારો પુત્ર જાણી શકશે નહિ કારણ કે તે દંભમાં તો તારો પુત્ર જરૂર ઠગાશે. આવી રીતે કહીને મકરંદને લઇને વેશ્યા પોતાને ઘરે ગઇ. બાર વર્ષે ચાતુર્ય હોય છે, એવું નીતિનું વચન છે. તેને વેશ્યાએ બાર વર્ષે ચતુર બનાવ્યો ત્યારબાદ શ્રેષ્ઠીએ પણ તેને બહુ ધન, ધાન્ય, કનકાદિ આપીને રાજી કરી ત્યારે વેશ્યાએ કહ્યું કે મરણ કપટ સિવાય તારા પુત્રને કોઈ કપટ સંકટમાં નાખશે તો જરૂર તારું ધન પાછું આપીશ આવી પ્રતિજ્ઞા કરી વેશ્યા પોતાને સ્થાનકે ગઈ. હવે મકરંદ પણ સુવર્ણ, ધનાદિક લઇને વેપાર કરવા સોપારક નગરે ગયો. ત્યારે પોતાના સોભાગ્ય અને રૂપ વડે કરીને દેવાંગનાને પણ તિરસ્કાર કરવાવાળી ઘણી વેશ્યાઓ રહે છે ત્યાં તે વેશ્યાઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર વિગેરે પુરૂષોને લાયકાત વાળી પોત પોતાના વર્ણવાળી વેશ્યાઓ ઘણી હતી, પરંતુત્યાં એટલું વિશેષ હતું કે ઊંચ વર્ણવાળી વેશ્યા નીચ વર્ણવાળા પુરૂષને પૈસાના લોભને માટે સેવન કરે તો રાજા તેનું તમામ ધન લુંટી લે-આવી ચિરકાળની રાજનીતિ હોવાથી વેશ્યાઓ કોઈ દિવસ પોતપોતાની
(૩૦૯
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org