________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાના સુલોચન નામના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન ક્યું અને મહાન ઉત્સવ સાથે પુન્યપાલે તથા રાણી ગુણસુંદરીએ ગુરૂ મહારાજ પાસે ચારિત્રને અંગીકાર કર્યું, અને નિર્મલપણે તેનું પ્રતિપાલન કરી, તપ તપીને, ધાતિકર્મને ક્ષીણ કરીને, કેવળજ્ઞાન મેળવી અઘાતિ કર્મની ક્ષીણતાન સાથે પુજ્યપાલ મુનિ અને ગુણસુંદરી સાધ્વી મુક્તિમાં ગયા.અને ત્યાં અખંડ અક્ષય અવ્યાબાધ સુખના ભોકતા થયા. તે માટે કહ્યું છે કે જે ધીર વીર પુન્યશાળી જીવો અખંડ શીયલ પાળવાની ઇચ્છાવાળા થાય છે તે ઈહલોક તથા પરલોકને વિષે ગુણસુંદરીની પેઠે વાંછિત સુખ મેળવવા મહાન ભાગ્યશાળી થાય છે.
CT શીયલ ઉપર સંગ્રામ સોનીની ક્યા છે
મંડપાચલ દુર્ગે ગ્યાસુદીન રાજાના રાજયને વિષે આનંદશ્રાવકની પેઠે શ્રાવકોને વિષે અગ્રેસર, સુદર્શન શ્રેષ્ઠીની પેઠે શીયલવાનોને વિષે મુકુટમણિ એવો સંગ્રામ નામનો સુવર્ણકાર (શાહુકાર) રહેતો હતો. તે સર્વ રાજ્યનો અધિકારી હતો.દેવપુજા, દયા દાન, જૈનશાસન પ્રભાવના આદિ સર્વ ધર્મકાર્યને વિષે શ્રેષ્ઠ તે શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરતો હતો. એકદા વનને વિષે વસંત ઋતુમાં બાદશાહ સર્વ વૃક્ષોને પુષ્પો આવ્યાથી સંગ્રામસોની સહિત વનમાં ગયો,ત્યાં અત્યંત ઘટાદાર, શીત, ઉષ્ણ, વર્ષાકાલના ઉપદ્રવને નિવારનાર સમગ્ર લોકોને આનંદ આપનાર ગાઢ છાયાવાળા એક મહાન આમ્રવૃક્ષને દેખી તેની છાયામાં બેસવાની ઇચ્છાવાળા બાદશાહને તેના પરિવારોએ કહ્યું હે દેવ? આ વાંઝીયા આંબા નીચે બાદશાહને બેસવું કહ્યું નહિ, બાદશાહે કહ્યું કે જ્યારે આ વાંઝીયો છે તો આના વડે કરીને શું ? ઘણી વનની ભૂમિ રોકે છે માટે આને મૂળથી ઉખેડી નાખો. એવા કાનને કટુ વચન સાંભળીને પરમાહત
૨૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org