________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નગરના લોકો તથા ગુણસુંદરીની માતા તમામ ત્યાં આવી ઉત્કંઠાથી ભેટી પડ્યા ગુણસુંદરીની માતા પણ આંસુ લાવી પોતાની પુત્રીને ભેટી કહેવા લાગી કે હે પુત્રી ! તને દેખી મારા હરખનો પાર રહ્યો નથી. મારા હૃદયમાં હર્ષ માતો નથી. ત્યારબાદ ધાત્રી તથા સખીયો તથાદાસીઓ તથા બાલ્યાવસ્થાના સ્નેહીયો વિગેરે તમામ અહંકારથી, હુંકારથી, હકથી આવ્યા અને ગુણસુંદરીનો આવા પ્રકારનો વૈભવ સાંભળીને તમામ લોકો કોલાહલ કરવા માંડ્યા. ત્યારબાદ ગુણસુંદરીએ પિતાના તમામ સેવકોને વસ્ત્રાલંકારથી સત્કાર કર્યો, અને બીજાનો પણ યથાયોગ્ય સત્કાર કરી યોગ્ય માન આપ્યું, અને તમામ લોકો બાળચંદ્રના પેઠે પુજ્યપાલને આનંદથી જોવા લાગ્યા અને તે પણ વિનય વડે કરી નમ્ર થઇ પોતાના સસરાને પગે લાગ્યો રાજા અને પુજ્યપાલ હાથી ઉપરબેસી અંતઃ પુર સહિત મહાન આડંબરથી નગરને વિષે ચાલ્યા, ત્યાં રસ્તાને વિષે વર્ધમાન સૂરિને દેખ્યા. તે લોકોને ધર્મોપદેશ આપતા હતા, તેથી ઇષ્ટ ભોજનના પેઠે રાજાએ પોતાના જમાઈ પુન્યપાળને કહ્યું કે તમારો વૈભવ સાંભળી મને વૈરાગ્ય તો થયો છે, પરંતુ વિસ્તારથી ગુરૂમખથી ધર્મ સાંભળવાની ઇચ્છા કરું છું. એમ કહી અતિ આનંદથી તમામ એકત્ર થઈ સૂરિ પાસે ધર્મોપદેશ શ્રવણ કરવા ગયા, અને ગુરૂમહારાજના ચરણારવિંદને નમસ્કાર કરી ગુરૂ મુખે દષ્ટિ સ્થાપન કરીદેશના સાંભળવા બેઠા સંવેગ રંગને ઉત્પન્ન કરનારું વ્યાખ્યાન કરતાં ગુરૂમહારાજ કહેવા લાગ્યા કે જે જીવો શ્રીમાનું જિનેશ્વર મહારાજના ધર્મની દૃઢતાથી આરાધન કરે છે તે જીવો શ્રી ધર્મરૂપી કલ્પવૃક્ષના સત્કલે જન્મી લક્ષ્મી, યશ, માન, ઉત્તમ પ્રકારનો સંગ એવા ઉત્તમ ફલોને પામે છે. હે સભાજનો ! તમો આશ્ચર્યથી જુઓ કે આ ગુણસુંદરીએ પોતાનું ઉત્તમોત્તમ પ્રકારે નિર્મળ શિયલ પાળેલ છે. તેનું
૨૯૧
ભાગ-૧ ફર્મા–૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org