________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભોજન ગૃહપતિ કરે તેવું જ ભોજન મને કરાવે તો મહારે ભોજન કરવું. અન્યથા નહિ એવું સાંભળી શ્રેષ્ઠિએ તેને ભોજન કરવા બેસાડ્યો અને જોવામાં તેની સ્ત્રી કેરીનાં રસને ઘોળે છે તેવામાં તે કેરી રસ વિનાની જાણી, અને ઇંગિત આકારથી યોગી વેશ ધારણ કરી આવેલો આ ભોજરાજા છે એવું જાણીને શ્રેષ્ઠીની સ્ત્રી લક્ષ્મી બોલી કે -
रे रे रसालफल मुञ्चसि किं रसं नो, आबाल पालित विशुद्ध पति व्रताया : । यन्मे मनः परनरेषु न लीनमीष, ज्जानामि भोजनृपति परदार लुब्धम् ॥१॥
ભાવાર્થ : રે રે આમ્રવૃક્ષ ! તારૂં ફળ રસને કેમ આપતું નથી ? કારણ આબાલ કાલથી વિશુદ્ધ શીયલને પાલનારી પતિવ્રતાહું , અને પરપુરૂષને વિષે મારૂ મન કદાપિ કાળે ગયું નથી, પરંતુ હું જાણું છું કે ભોજ રાજા પરસ્ત્રીને વિષે લુબ્ધ છે, તેથી જ તે આમ્રવૃક્ષ તારૂં ફળ રસને આપતું નથી. આવી રીતે બોલવાની સાથે જ કેરીમાંથી રસ નીકળ્યો. ત્યારબાદ તેનો અભિપ્રાય જાણી, યોગીવેશ ત્યાગ કરી પોતાના આત્માને પ્રગટ શીયલના માહાભ્યની પ્રશંસા કરી ભોજરાજા પોતાને ઘરે ગયો. ભીમ અને લક્ષ્મી અને બ્રહ્મચર્યના પ્રતાપે સદ્ગતિ પામ્યા.
- શીયલ પાળવા વિષે ગુણ સુંદરીની ક્યા RO
જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે દક્ષિણ દિશાને વિષે ભદિલપુર નામનું ઉત્તમ નગર હતું. ત્યાં શ્રીમંતોના મોટા મહેલો હોવાથી તેમના શિખર ઉપર રહેલા ધ્વજા દંડો આકાશ મંડલની સાથે જાણે વાતો
૨૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org