________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરતા હોયની શું? તેવી રીતે શોભતા હતા. ત્યાં પોતાના ભુજા બળ વડે કરી પરાક્રમી અરિ કેસરી રાજા રાજય કરતો હતો, તેને અભંગ સૌભાગ્ય વડે કરી સુંદર લાલિત્ય યુક્ત અને અર્ધદ્ધર્મ વડે કરી સુશોભિત કમલા નામની રાણી હતી. તેને અનેક પ્રકારે યાચના માનના કરતાં સેંકડો પુત્રો કરતાં પણ અધિક એક પુત્રી થઇ હતી તેથી રાજાએ પુત્ર જન્મના પેઠે તેનો અધિક જન્મોત્સવ કર્યો, અને યોગ્ય ગુણવાળી હોવાથી તેનું નામ ગુણસુંદરી પાડ્યું. ત્યારબાદ શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળાના પેઠે તથા કલ્પ વલ્લીના પેઠે દિવસે દિવસે વધવા લાગી, અને યુવાવસ્થાને પામીને સર્વેને વલ્લભ થઇ, તેણી તમામ પ્રકારના શાસ્ત્રી પારગામી થઇ, વસ્ત્રાલંકાર પહેરાવી, રાણીએ રાજાની સભામાં મોકલી. ચોસઠ કળાની જાણનારી સાક્ષાતુ સરસ્વતી સમાન અને વિનય વડે કરી નમ્ર થયેલી અને નમસ્કાર કરનારી તેને રાજાએ પોતાના ખોળામાં બેસારી, અને આનંદને પામેલો શૃંગાર યુક્ત પોતાના સભાને દેખી હદયને વિષે અભિમાન કરી વિચારવા લાગ્યો કે અહો ! મારી દેવતાઈ સભા છે, આ દેવો છે, હું તેમનો સ્વામી ઇંદ્ર છું, માટે સ્વર્ગને વિષે આનાથી વળી વિશેષ શું સુખ છે ? એવી રીતે માનમદોન્મત્ત થઈને બોલ્યો કે તે સેવકો ! તમો આવા પ્રકારના સુખો કોના પ્રસાદથી ભોગવો છો ? તેવા વચનને સાંભલી તેઓ સમકાળે શીયાલીયાના પેઠે આકુળ વ્યાકુળ થઈને બોલ્યો કે હે સ્વામિન્ ! સાક્ષાત્ કલ્પવૃક્ષની છાયા સમાન તમારા પ્રસાદને પામીને ભમરાની પેઠે ઇચ્છિત સુખ ભોગવીએ છીએ આવા પ્રકારના સભાસદોના વચનને શ્રવણ કરી તે ગુણસુંદરી કર્મના મર્મને જાણનારી અને જૈન ધર્મના માર્ગમાં પ્રવીણ એવી કુમારીએ પોતાનું મસ્તક કંપાયમાન કર્યું. વિસ્મયને પામનારા રાજાએ મસ્તક કંપાવાનું
૨૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org