________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એમ કહી તે સેનાધિપતિ પાસે ગઈ અને કહ્યું કે મારા સ્વામીએ આપેલો લેખ તે બ્રાહ્મણ મને આપતો નથી. તેણે અત્યંત રૂપવંતીદેખીને કહ્યું કે પ્રથમ તું મારું કહ્યું કર. પછી કાગળ અપાવીશ તેને પણરાને બીજે પહોરે આપવાનું કહી મંત્રી પાસે ગઇ. તેની પણ તેવી જ દાનત થવાથી રાત્રિને ત્રીજે પહોરે આવવાનું કહી રાજા પાસે જઈ તમામની ચેષ્ટા કહ્યા છતાં તેની પણ બુદ્ધિ ફરવાથી તેને પણ રાત્રિને ચોથે પહોરે આવવાનું કહી વિસ્મય પામેલી તે પોતાને ઘેર ગઈ. ત્યારબાદ પ્રથમ પહોરે આવેલી બ્રાહ્મણને સ્નાનાદિકકરાવવાથી એક પહોર ચાલ્યો ગયો.અને સેનાપતિ આવ્યો.એટલે બ્રાહ્મણને પેટીના એક ખાનામાં નાખ્યો એવી રીતે સેનાપતિને તથા મંત્રીને તેજ પ્રકારે પેટીમાંનાખ્યા. રાજા આવ્યાએટલે સંકેત કરી રાખેલ સાસુએ બોલાવવાથી રાજાને પણ ચોથા ખાનામાં નાખી પેટી બંધ કરી. પ્રાતઃ કાળે રુદન કરવા માંડી તેથી રોવાનું કારણ કુટુંબીએ પૂછવાથી કહ્યું કે કાલે મારા સ્વામીની અમ વાર્તા આવી છે. એવું સાંભળી સ્વજન પુરુષોએ રાજા મંત્રી સેનાધિપતિની શોધખોળ કરતાં તેઓ પોતપોતાના ઘરમાં નહિ મળવાથી રાજપુત્રને કહ્યું કે હે દેવ ! સમુદ્રદત્ત શ્રેષ્ઠી અપુત્રિયો પરદેશ મૃત્યુ પામ્યો છે.માટે તેનુ ધન ગ્રહણ કરો. રાજપુરાને તેને ઘેર જઈ જોયું પણ બીજું કાંઈ નહિ દેખવાથી અને તાળુ દીધેલી પેટીને દેખી પોતાના મહેલમાં લઇ જઇ તાળું ઉઘાડી જોવાથી રાજાદિક ચારને દેખવાથી બહાર કાઢયા. ત્યારબાદ અનર્થના મૂળભૂત બ્રાહ્મણને જાણી શીલવતીના વચનથી તેને જીવતો મુકી દેશપાર કર્યો. સતી શીરોમણીને વસ્ત્રાલંકારાદિકી બહેનની માફક બહુમાન સત્કાર કરી આડંબર પૂર્વક ઘેર મોકલી.
M૨૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org