________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાગ્યની લક્ષ્મી શાન્ત તથા સીમા વિનાની છે.
આવીરીતે સ્તુતિ શ્રવણ કરી ચમત્કાર પામેલા ભીમે ઘર પ્રત્યે ગમન કરનારી પોતાની સુરૂપદાસીને કહ્યું કે તું ઘરેજઈ પાનનું બીડું આપી આને વિસર્જન કરજે. દાસીએ પણ પોતાના સ્વામીનું વચન પોતાની સ્વામીનીને કહ્યું મંત્રીની સ્ત્રીએ પણતેને કલ્પવૃક્ષે આપેલા ભોજનના સમાન ઉત્તમ ભોજન કરાવી હાથમાં પંખો લઇ પવન નાખી, સૂર્યમંડળના તેજને પણવિડંબના પમાડનારું પોતાનું કુંડલ આપ્યું. તે કુંડલ લઇને ચાલતો થયો,પછી રાહુએ ગ્રહણ કરેલ ચંદ્રમાના બિંબના સમાન એક કુંડલ વાળપોતાનું મુખ શોભા રહિતદેખી વિચાર કરવા લાગી કે મારો સ્વામી તો તુરત બીજો કુંડલ કરાવશે, પણ આ માગણીની સ્ત્રીને બીજું કુંડલક્યાંથી મલશે ? તેવું ચિંતવન કરીને ઘોડા જોડાવી રથને વિષે બેસી શીઘ્રતાથી તેના પાછળ ચાલી તેનેઆવતી દેખી બલભદ્ર પોતાનો રથ ઉભો રાખ્યો, મંત્રીની સ્ત્રીએ તેને બીજું કુંડલ આપ્યું ને લઇ આનંદપામી બલભદ્ર કવિબોલ્યો
पण्णसुवण्णरयण किय चुण्णह, मुक्ताफल अरु पोफलव्णा । अवराय जी मागु सोलह,तोयन पुगे भीम तंबोलह ॥१॥.
ભાવાર્થ : પાના, સુવર્ણ, રત્ન અને ચુનીયો મુક્તાફળ અને બીજી રિદ્ધિ માગું, તો પણ ભીમ મંત્રીના તંબોલને તોલે ન આવે, સબળ ભીમે તંબોલ આપવા માટે દાસીને કહેલ પણ ભીમની સ્ત્રીએ ડોકુંડલો આપ્યાં, માટેએ તંબોલ ઉપરોક્ત હીરા મોતીયોને પણ તોલે આવી શકનાર નથી. આવી પોતાના સ્વામીની અત્યંત કીર્તિને સાંભળી ઘણા હર્ષવાળી થઇ, તુષ્ટમાન થઈ, બીજું ઘણું સુવર્ણ દાન કરી મંત્રિની પોતાને ઘરે આવી.
૨૭9
૨૭૭
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org