________________
વિવિધ વિષય વિચારમૌળા ભાગ-૧ ઢાંકેલા છે અને અંદર રહેલા દુધનો ફકત એક સરખો જ સ્વાદ છે, તેમજ આ દુનિયાની અંદર જે સ્ત્રીયો જન્મેલી છે, તે જુદા જુદા રૂપવાલી આ રૂમાલોના સમાન છે અર્થાત્ જેમ જુદા જુદા પ્રકારના વસ્ત્રો રંગબેરંગી હોય છે, તેમજ સ્ત્રીઓના શરીરની ચામડી પણ જુદા જુદા રંગની જ ફકત ઉપરથી દેખાવ માત્રામાં હોય છે, સિવાય સ્ત્રીના સંભોગનો સ્વાદ તો આ દુધના પેઠે એક જ હોય છે. કોઈ સ્ત્રી કાલી, લાલ, પીલીહોય પરંતુ તેને ભોગવનાર પુરૂષ જે સ્વાદ કાલા રૂપવાળી સ્ત્રીને વિષેદેખે છે, તે રૂપાલી સ્ત્રીની અંદર સ્વાદ રહેલો છે. તે પિતાજી ! તમારા ઘરની અંદર અનેક રાણીઓ હોવા છતાં ને તેનું સુખ આપ ભોગવતા મહારામાં મોહ પામેલા છો તે યુક્ત નથી. તમારી રાણીયોમાં અને મહારામાં અને વગડાની ભીલડીમાં સરીખો જ સ્વાદ છે.ફક્ત રંગબેરંગી ચામડીનો જ ઉપરનો ભબકો છે. વળી જે પુરૂષો પોતાને અનેક સ્ત્રીયો છતાં બીજી સ્ત્રીના અંદર લુબ્ધ થાયછેતે પરસ્ત્રીનું સેવન કરવાથી મહાન પાપક્રમ બાંધે છે ઈહલોકની અંદરન નીંદાય છે, ભંડાય છે, તિરસ્કારને પાત્ર થાય છે અને પરલોકની અંદર કુગતિના ભોક્તા થઈ સંસારમાં રઝળ્યા કરે છે.” વિગેરે પ્રકારનો સત્ય બોધ સાંભળી રાજાની વિષયવાસના ઉપશાન્ત ભાવને પામી ગઈ તથા મનને વિષે લજ્જાપામી પોતાના આત્માને ધિક્કારી તે સ્ત્રીને કહેવાલાગ્યો કે ખરેખર તું મારી પુત્રી જ છે એટલું નહિ પરંતુ મહારો ખરો ધર્મ ગુરૂ તું જ છે. કારણકે પરસ્ત્રીના પાપકર્મથી દુર્ગતિના અંદર પડતો તે મને બચાવ્યો છે. એમ કહી તેણીને આદરમાન આપી. સમૃદ્ધિ આપી પોતાના અપરાધની ક્ષમા માગી.પરસ્ત્રીનાં પ્રત્યાખ્યાન કરી રાજા પોતાના સ્થાન પ્રત્યે ગયો.
૨૭૫
ભાગ-૧ ફર્મો-૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org