________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દિવસે જમવાનું કબૂલ કર્યું.
હવે બીજે દિવસે તે ચતુર સ્ત્રીએ દોઢબેમણ દુધ મંગાવ્યું. તે તેને કડાયાની અંદર અત્યંત ઉકાલી કાઢીને તેની અંદર સાકર , ઇલાયચી, દ્રાક્ષ, પસ્તા, ચારોલી, બદામ વિગેરે તેમજજાયફલ, કેસર કસ્તુરી, વિગેરે સુંગધી પદાર્થો નાંખીને અમૃતમય બનાવી સુવર્ણના, રૂપાના, રત્નના, કાંસાના, તાંબાના, પિત્તલના, જરમન વિગેરે તેમજ માટીના જુદા જુદા વાસણમાં થોડું થોડું તેણીએ દૂધભર્યું અને તે સર્વે વાસણોના ઉપર ધોલા લીલા, લાલ, કાળા, ઉદા, ગુલાબી વિગેરે પંચરંગી રંગના વિવિધ પ્રકારના રૂમાલો ઢાંકી ઉત્તમ પ્રકારની રસવતી તૈયાર કરી રાજાને જમવા બોલાવવા માટે પોતાના માણસોને મોકલી રાજાના આવવાની રાહ જોઈ ઊભી રહી.
પ્રધાનના માણસો બોલાવવા આવવાથી તે સ્ત્રીને દેખવાને મલવાને અત્યંત આતુરરાજા પ્રધાનને ઘેર ગયો. અને ત્યારબાદ પુત્રી જેમ પિતાને માન આપે તેવી જ રીતે રાજાને આદરમાન આપી પોતાના માણસો પાસે આસન અપાવી સ્નાન વિગેરે કરાવી તેચતુર સ્ત્રીએ રાજાને ભોજન કરવા બેસાડયા.
ભોજનના સમયે રાજાની નજરે પડે તેમ સ્થાપન કરેલા દુધના વાસણોનાં અંદરથીદુધ આપવા લાગી ક્ષણમાં એક ભાજનમાંથી તો ક્ષણમાં બીજા ત્રીજામાંથી દુધ આપતી તે સ્ત્રીને દેખી મોહી પડેલો રાજા તેણીને દુધના આસ્વાદ કરતો કહેવા લાગ્યો કે હે સુંદરિ ! આ દુધનો સ્વાદ તો એક જ છે.છતાં તે જુદા જુદા ભાજનને વિષે નાખી જુદી જુદી જાતના રૂમાલો કેમ ઢાંકયા છે ? આટલો બધો પરિશ્રમ કરવાની તને શું જરૂર પડી, એવા રાજાનાં વચનો સાંભળી સમય આવેલો જાણી તે સ્ત્રી હસ્ત કમલ જોડી રાજાને વંદન કરી કહેવા લાગી કે – “હે પિતાજી ! જેમ જુદા જુદા વાસણમાં જુદા જુદા રૂમાલો
(૨૭૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org