________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અંદર યજ્ઞ કરતાં પણ બ્રહ્મચર્યને મહાનું ગણવામાં આવેલું છે.
एकतश्चतुरो वेदा, ब्रह्मचर्य तु एकतः । एकत : सर्वपापानि, मद्य मांसानि चैकतः ॥३॥
ભાવાર્થ : એક બાજુ ચારે વેદો અને એક બાજુ બ્રહ્મચર્ય તથા એક બાજુ સર્વે પાપ કર્મો અને એક બાજુ મધમાંસ તે સમાન છે, અર્થાત્ ચાર વેદના જ્ઞાન પઠન પાઠન કરતાં પણ બ્રહ્મચર્યને વિશેષ ગણે છે :
मैथुनं ये न सेवन्ते, ब्रह्मचर्यदढव्रता : । ते संसार समुद्रस्य, पारं गच्छन्ति मानवा : ॥४॥
ભાવાર્થ : બ્રહ્મચર્યને વિષે દઢ વ્રતને ધારણ કરનારા જે મનુષ્યો મૈથુન સેવન કરતા નથી તે મનુષ્યો સંસાર સમુદ્રના પારને પામે છે.
* બ્રહ્મચર્યનાં દૂષણDO आद्यं शरीरसंस्कारं,द्वितीयं वृषसेवनम् । तौर्यत्रिकं तृतीयं स्यात्, संसर्गस्तूर्यमिष्यते ॥१॥ योषिद्विषयः संकल्पः पंचमं परिकीर्तितम् । तंग वीक्षणं षष्टं संस्कार: सप्तमं स्मृतम् ॥२॥ पूर्वानुभोग संभोग स्मरणस्वायष्टमम् । नवमे प्राणसंदेहो, दशमं वस्तिमोक्षणं ॥३॥
(રૂતિ જ્ઞાનાવે) ભાવાર્થ : શાસ્ત્રકાર મહારાજએ બ્રહ્મચર્યનાં દસ દૂષણો કહેલાં છે અને તેદૂષણોથી બ્રહ્મચર્યનું પ્રતિપાલન કરવું ઘણું જ જોખમ ભરેલું છે, તે નીચે મુજબ બતાવે છે. શરીરને સ્નાનાદિક વડે સારવાર કરી સંસ્કારી કરવું તે પ્રથમ દૂષણ-૧ જેનાથી વિક્રિયા ઉત્પન્ન થાય,
M૨૭૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org