________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ફાટી ગયું છે, માટે તારી શક્તિ હોય તો સાંધી દે આવી રીતે કહી પુણા પોતાને ઘેર ગઈ ત્યારબાદ લક્ષ્મણા ભાનુંચંદ્રને ઘેર ગઈ અને તેના પિતાને સર્વ વાત જણાવી બાદ તેની અનુમતિ લઇને બીજી પાંચ સ્ત્રીઓથી યુક્ત ભાનુંચંદ્રની સ્ત્રીને લઈને વાજીંત્ર સાથે ચંડિકાના મંદિરે ગઇ.અને ત્યાં રહેલા કોટવાળના માણસોને કહેવા લાગી કે હે ભદ્રો ! આજે અમારે ચંડિકાના દર્શન વિના ભોજન કરવું કહ્યું તેમ નથી, માટે અમોને મંદિરમાં પ્રવેશ કરવા દો. તેઓએ કહ્યું કે મંદિરમાં કોઈક સ્ત્રી પુરુષ, બેઠા છે માટે મંદિરમાં પ્રવેશ કરવા નહિ. દઇએ, ત્યારે લક્ષ્મણાએ કહ્યું કે જેટલી સ્ત્રીઓ પ્રવેશ કરે તેટલી ને જ નીસરવા દેવી. બીજીને નહિ, તેમ કહી પ્રત્યેકને એક એક સુવર્ણ ટંક આપીને અંદર ગઈ. તેની સ્ત્રીને અંદર મૂકી ભાનુમતિને લઈને લક્ષ્મણા બહાર નીકળી, અને પુણાને જઈને કહ્યું કે મેં ગગન સાંધી દીધું છે. આવી રીતે કહી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, હવે પ્રાતઃકાળે બારણાં ઉઘાડવાથી ધણી ધણીયાણી બે જણાં નીકલ્યાં. તેથી કોટવાળના પુરૂષો લજ્જા પામ્યા, અને તે વૃત્તાંત પોતાના સ્વામિને કહ્યો માટે જ કહ્યું છે કે , સ્ત્રીના ચરિત્રનો પાર કોઈ પામી શકે તેમ નથી જ સ્ત્રીઓથી વિરકત થવું જ સારું છે.
OY શીયલ વર્જિત દત્ત દુહિતૃ દેટાન )
જયપુર નામના નગરને વિષે દેવતાઓને વાસ કરવાના જાણે સ્થાન હોય નહિ શું ? એવા ઊંચા શિખરોવાળા મંદિરો હતાં ત્યાં જયરથ નામનો રાજા રાજય કરતો હતો.તે ધર્મ બુદ્ધિનો તો મહાન રથ હતો.તેના ખડૂગરૂપી કમળને વિષે નિરંતર લક્ષ્મી વાસ કરતી હતી. તેને દત્ત નામનો મંત્રી હતો. તેના જેવી બુદ્ધિ દુનિયામાં કોઈની ન હોતી કિંબહુના ! તેની બુદ્ધિથી બૃહસ્પત્તિ પણ પોતાને જીતાયેલો
૨૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org