________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માનતો હતો. તેને કામદેવ રૂપી વૃક્ષની માંજર સમાન મંજરી નામની પુત્રી હતી તે કામી મનુષ્યોના મનને આકર્ષણ કરી પોતાના તરફ ખેંચતી હતી. તે યૌવન અવસ્થા આપવાથી જગતના જીવને ઉન્માદ કરવાવાળી થઈ હવે તે કન્યા પોતાને અસતી સૂચવનારી થઈ તે રસ્તાને વિષે ડોક વાળી વાળીને વાંકી દૃષ્ટિથી જોતી જોતી ચાલે છે, અને પોતાના જોડે નહિ બોલનારાને પણ કઠોર ભાષા કહી પોતાના જોડે બોલાવા લાગી. અન્યદા જયરથરાજા ઉપવનને વિષે ક્રીડા કરવા માટે ગયો તે વખતે મહેલના ઝરૂખામાં તે કન્યાને બેઠેલી દેખી તે વખતે બેચેની વાળા મૃગલાને ભીલ જેમ બાણે કરીને મારે, તેમ તેના ઉપર એકચિત્ત વાળા રાજાને કામદેવે હણ્યો. તેથી તેણીને વશ થઇ, તમામ ભૂલી જઈ, ચૈતન્યનો ત્યાગ કરી, રાજા પોતાને ઘરે ગયો. ત્યારબાદ મંત્રીની પાસે માગણી કરવાથી મંત્રીએ તુરત આપી કારણકે ઇચ્છિત રસમાં કોઈ વિલંબ કરતા નથી. રાજાએ પણ તે કન્યાનું પાણી ગ્રહણ કરી પરમ શાન્તિ મેળવી. હવે તે ધૂર્ત કન્યા માયા વડે કરી. ઉપરથી જ રાજાનું મન રંજન કરવા લાગી, અને કોઈક દિવસ પર્વત, નદી,બગીચો, મહેલ,દ્રહ વિગેરેમાં રાજાની સાથે રમવા લાગી. સ્વચ્છંદપણે વિલાસકરવાનારાજાએ પણ કામાતુર થઈ તેને સાક્ષાત લક્ષ્મી જ માની તેનું અત્યંત સેવન શરૂ રાખ્યું, અને તે વિષયની પુતળીને તેની શોકય બહેનો રહિત એકાકીપણે રાજાએ સાત ભૂમિના મહેલમાં રાખી રાજા તેને વિષે જ દષ્ટિપાત કરે છે, બીજી બાજુ કાંઈપણ જોતો નથી, અને તે કન્યા પણ તેરાજાના માન્યપણાથી સ્નાન,માન, ખાનપાન, કરતી દેવાંગનાની પેઠે સુખે રહેવા લાગી.
હવે તે નગરને વિષે કોઈક શ્રેષ્ઠીનો પુત્ર ધનંજય કામદેવનો પેઠે દેદિપ્યમાન હતો.તે એકદિવસ તે રાણીના મહેલના ઝરૂખા
૨૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org