________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગયો. અને ગુપ્તપણે પોતાની સ્ત્રીનું ચરિત્ર દેખી અત્યંત વૈરાગ્ય થવાથી તાપસ થયો.
સ્ત્રીની શક્તિ વિષે માળીની સ્ત્રી તથા
નાપિતની સ્ત્રીની ક્યા રવિપુર નગરને વિષે પુણા નામની એક નાપિતની સ્ત્રી અને લક્ષ્મણા નામની માળીની સ્ત્રી રહેતી હતી અને તે બન્ને મહાન કપટ કરવામાં ડહાપણ વાળી હતી. એકદા બન્ને જણીઓ અરસપરસ પ્રેમ ભરી વાર્તા કરતી હતી તેમાંપૂણાએ લક્ષ્મણાને કહ્યું કે હે સખિ, તારી શક્તિ કેટલી છે? મારી શક્તિ ગગને ફોડી નાખું એટલી છે. આવી રીતે પુણાએ કહેવાથી માળીની સ્ત્રી લક્ષ્મણ બોલી હું તેને સાંધી દઉ એટલી મહારી શક્તિ છે, આવી રીતે પોતાની શક્તિને અરસપરસ કહી બન્ને જણીઓ પોતાને સ્થાને ગઈ. હવે એકદા પ્રસ્તાવે વ્યવહારીઓના ઘરને વિષે ફરતી જેનો ધણી પરદેશ ગયો છે તેવી એક શ્રેષ્ઠીની પુત્રી ભાનુમતીને એકાંતને વિષે પુણાએ કહ્યું કે સુભગે ! વનને વિષે પુષ્પના પેટે તથા શૂન્ય ઘરને વિષે દીપકની પેઠે તારૂં યૌવન નિષ્ફળ જશે, કારણ કે આ યૌવન અવસ્થાને વિષે તને પતિનો વિરહ થયેલ છે, તે ઠીક નથી, માટે તારા લાયક ઉચિત એક યુવાન પુરૂષનો હું તને સમાગમ કરાવીશ આવી રીતે તે બોલનારી પુણાનું વચન તેણે માન્યુહવે પુણાએ એક શ્રેષ્ઠીના ભાનુંચંદ્ર નામના યુવાન પુરૂષનો સમાગમ ભાનુમતીની સાથે ચંડિકાના મંદિરમાં કરાવી અને કોટવાળને કહ્યું કે હે સ્વામિન્ ! ચંડિકાના મંદિરમાં કોઈ જાર પુરૂષ કોઈ વૈરિણીને લઇને પેઠો છે, તે સાંભળી રાત્રિને વિષે જ પોતાના માણસો સાથે જઇને ચંડિકાના મંદિરને ઘેરો ઘાલ્યો. ત્યારબાદ માળીની સ્ત્રીએ લક્ષ્મણા પાસે જઈને તમામ વાત કહીને કહ્યું કે ગગન ભાગ-૧ મિ-૧૮
૨૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org