________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રકારે તેની સેવા ઉઠાવી રહ્યા છે, આવી રીતેદેખી યુધિષ્ઠિર પાછો ફર્યો અને હસ્તિનાપુરે આવ્યો (૧) ત્યારબાદ ભીમ બીજા ઘોડા ઉપર બેસી દક્ષિણ દિશામાં ક્ષણમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં ખેતરને વિષે એક પાડો હતો.તે પાંચ મુખથી ચારો ચરતો હતો. પાસે રહેલા લોકોને તેણે પુછયું કે ઘણું ઘાસ ખાતાં છતાં પણ આ અતિ દુબળો કેમ છે? તેણે કહ્યું કે તેની સ્થિતિ સદા આવા જ પ્રકારની છે. એવું સાંભળી આશ્ચર્ય પામી ત્યાંથી ભીમ પાછો ફર્યો અને હસ્તિનાપુરે આવ્યો (૨) ત્યાર બાદ ત્રીજો અર્જુન ત્રીજા ઘોડા ઉપર ચડી ઉત્તર દિશામાં ક્ષણવારમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં વગડાને વિષે ત્રણ પારધીએ જેના ત્રણ પગ કાપી નાખેલા છે અને એક પગ બાકી રહેલ છે એવા હરણને એક પગે ટટ્ટાર ઊભો રહેલો દેખી પાછો ફરી હસ્તિનાપુરે ગયો (૩) ત્યારબાદ નકુલ એક ઘોડા ઉપર ચડી પશ્ચિમ દિશામાં ક્ષણવારમાં બારયોજન નીકળી ગયો. ત્યાં જંગલ માં તુરતની પ્રસવેલી એક ગાયને દેખી તેગાય. તુરત પોતાની વાછરડીને ધાવવા લાગી. આવું આશ્ચર્ય દેખી પાછો ફરી હસ્તિનાપુર આવ્યો. (૪) ત્યારબાદ સહદેવ વિદિશામાં ઘોડા ઉપર ચડી, ક્ષણવારમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં જંગલમાં એક ગોમુખ તીર્થ દેખ્યું તે ગૌમુખીના નીચે ઉપરા ઉપર લાઈન બદ્ધ ત્રણ ત્રણ વાસણો ગોઠવ્યા છે. તે ગૌમુખીમાંથી નીકળેલી પાણીની ધારા પ્રથમના વાસણમાં પડે છે, બીજા વાસણમાં પડતી નથી અને પછી ત્રીજા વાસણમાં પડે છે તેમ થવાનું કારણ પનીહારીને પૂછવાથી આ તીર્થનો પ્રભાવ એવો જ છે. એવું સાંભળી આશ્ચર્ય પામી, પાછો ફરી હસ્તિનાપુરે આવ્યો આવી રીતે પાંચે જણાએ નજરે દેખેલી નવીન વાતો કહી ઘોડા માગ્યા તેથી દેવે વિચાર્યું કે આ પાંચમાંથી કોઈને હજી પણ મોહ છૂટતો નથી, તેથી તેણે પાંડુ રાજાનું રૂપ ધારણ કર્યું. તે દેખી
(૧૨૮)
૧૨૮
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org