________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાત્રિમાં જ રાજાને ઘેર ગયો. રાજાને અવસર વિના આવવાનું કારણ પુછયું. એટલે મંત્રીએ છળ કરીને કહ્યું કે તમારા પિતા રાજય સેવા આવેલ છે. રાજાએ કહ્યું કે મારૂ મોટું ભાગ્ય તે રાજ્ય લેશે તો હું તેની સેવા કરીશ. મંત્રીએ કહ્યું કે એવી રીતે પોતાનું રાજ્ય અપાય નહિ. એવી રીતે વિવિધ પ્રકારની યુક્તિઓ વડે કરી તેનું મન રંજન કરી રાત્રિમાં જ તેના પિતાના મુનિનો ઘાત કરવા રાજાને મોકલ્યો હાથમાં તરવાર લઇરાજા જેવો કુંભારને ઘેરજઈ બારણાના છિદ્રમાં જોવા લાગ્યો. તેવામાં મુનિ પ્રથમની ગાથા બોલ્યા “ડોહાવલી” વિગેરે એટલે તું ઇહાં જુવે છે, તહાં જુવે છે, મને જ નિરખે છે, મેતારો અભિપ્રાય જાણ્યો છે, ગર્દભિલ્લ રાજા તું યવરાજર્ષિને જુવે છે.તે ગાથા સાંભળી રાજાએ વિચારકર્યો કે મને મારા પિતા મુનિએ જ્ઞાનથી જાણ્યો.પણ તેજો જ્ઞાની હોય તો મારી બહેન અણુલ્લિકા ક્યાં છે ? તે કહે તો સાચું માનું એટલામાં યવર્ષિ “મો યો' ઇત્યાદિ બીજી ગાથા બોલ્યા કે ઇહાં ગઈ, તહાં ગઇ જોતાં છતાં પણ દેખાતી નથી અમે દીઠી નથી. તમે દીઠી નથી અણુલ્લિકાને ભોંયરામાં સંતાડી છે તે સાંભળી મનમાં ચમત્કાર પામી પ્રશંસા કરી, વિચાર કરે છે કે હવે જો કોણે સંતાડી છે તેનું નામ કહેતો સારૂ તેવામાં વર્ષિ બોલ્યા કે “સુમન' ઇત્યાદિ તમારા હાથપગ કોમળ છે. અને રાત્રિમાં તમે ફરો છો. અમારાથી તમોને ભય નથી પંરતુ દીર્ઘ પૃષ્ટ મંત્રીથી તમોને ભય છે. ઇત્યાદિ સાંભળીબારણા ઉઘાડી, પોતાના પિતા મુનિના ચરણમાં પડી હું આપના જેવા જ્ઞાની ગુરૂને હણવા આવેલો હતો વિગેરે પોતાનું ચરિત્ર કહી, પોતાનો અપરાધ આંખમાં આંસુ લાવી વારંવાર ખમાવી, ક્ષમા માગી, મુનિએતો મૌન કર્યું. કારણકે મન તેજ સર્વ અર્થને સાધનારૂં છે, બાકીની રાત્રિ રાજાએ ત્યાં
૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org