________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નથી.તથા વીજળીની કાન્તિને વિષે સ્થિરતા હોતી નથી, તેમજ સ્ત્રીઓના હૃદયને વિષે સ્થિરતા હોતી નથી.
એવી રીતે રાજાના વચનને સાંભળીને ભટ્ટ બોલ્યો કે હેદેવ! આમારી સ્ત્રી એવી નથી. તેથી ફરીથી પણરાજાએ કહ્યું કે હે ભટ્ટ ! આજ તો મ્હારી સ્ત્રીના મસ્તક વડે કરીને ગોત્ર દેવની પૂજા કરવાની છે. તે સાંભળી અત્યંત ચિંતાતુર થઇને ઘરે આવેલો ભટ્ટને તેની સ્ત્રીએ પૂછીનેતરવારથી પોતાનું માથું કાપીને આપ્યું. તેથી રૂદન કરતો ભટ્ટ રાજાના પાસે જઈને મસ્તક આપી આવ્યો, અને તેના શબને અગ્નિસંસ્કારકરવા માટે ચંદનના લાકડાની ચિતા બનાવી અગ્નિસંસ્કાર કર્યો.
ત્યારબાદ બીજી સ્ત્રી કરવાને નહિ ઇચ્છનાર ભટ્ટને પ્રતિબોધ કરવા માટે રાજાએ અમૃતનું પાટા આપીને કહ્યું કે આ અમૃત વડે કરી તારી સ્ત્રીની ચિતાને સિંચન કર તેથી તારી સ્ત્રી જીવતી થાય. ભટ્ટ તેમ કરવાથી સજીવન થયેલી સ્ત્રી ભટ્ટના મુખથી અમૃતનો મહિમા જાણીને વિચાર કરવા લાગી કે દૈવી ઇચ્છાથી હું જીવી શકુ છું, પરંતુ હવે કોઈક દીવસ રાજાના વચનથી તેનું વચન નહિ પાળતાં કદાચ હું ન જીવું તો મારી દશા શી થાય ? તેથી તે જ અમૃતના પાત્રને લઈ પોતાના મૂળ પતિની ચિતાનેસિંચન કરી પોતાના ઘણીને સજીવન કરી, અમૃત પાત્રની સાથે તે પોતાના પતિને લઈને પરદેશ ચાલી ગઈ. આવી રીતની વર્તણુંક દેખીને રાજાએ ભટ્ટને કહ્યું કે – હે ત્રિવિક્રમ ભટ્ટ ! સ્ત્રીઓને ધૈર્યહોતું નથી અને તેના ચિત્તની સ્થિરતા પણ હોતી નથી, તેથી કોઈ દિવસ તે આપણને માથું કાપીને આપે તો પણ આપણે તેને આપણી માનવી નહિ. સબબતે કોઈની થઈ નથી અને થવાની પણ નથી,કારણકે નદીના કિનારા ઉપર રેહલા
૨૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org