________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ યોગ્ય નથી કારણકે કહ્યું છે કે – नदीनां च नखिनां च श्रृंगिणां शस्त्रपाणीनाम् । विश्वासो नैव कर्तव्यः, स्त्रीषु राजकुलेषु च ॥१॥
ભાવાર્થ : નદીયોનો તથા નખવાળા હિંસક પ્રાણીઓનો તથા શીંગડાવાળા જાનવરોનો તથા હાથને વિષે શસ્ત્રોને ધારણ કરનારાનો તેમજ સ્ત્રીઓનો અને રાજાનો કોઈપણ પ્રકારે વિશ્વાસ કરવાલાયક નથી.
આવા પ્રકારે કહ્યા છતાં પણ તન્મયપણાથી ભટ્ટે તેની પ્રશંસા કરવી છોડી નહિ. હવે એકદા પ્રસ્તાવે માંદગી ના મિષથી રાજા એ કેટલાએક દિવસ અંતપુરને વિષે રહી પછી બહાર નીકળી ભટ્ટને કહ્યું કે મને જ્યારે માંદગી થઇ ત્યારે મેં હિંગલ (ગોત્ર) દેવીને એક સ્ત્રીની આંગળી ચડાવવાની માનતા કરી છે. હવે મારી કોઈપણ સ્ત્રી આંગળી આપી શકે તેમ નથી, પરંતુ તારી સ્ત્રી તારી આજ્ઞા માનનારી છે, માટે તેની આંગળી તું મને લાવી દે તેવું સાંભળી ભટ્ટ ઘરે ગયો, અને ચિંતા વડે કરી વ્યાકુળ થયેલા ભટ્ટને તેની સ્ત્રીએ આગ્રહ કરી પુછવાથી તેણે રાજાનું વચન કહ્યું, એટલે તુરત તે સ્ત્રીએ પોતાની આંગળીકાપીને આપી. તે લઈને ભટ્ટ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન્ ! મારી સ્ત્રીનો તું પ્રેમ જો આવી રીતે પ્રત્યક્ષ દેખવા છતાં પણ શ્રદ્ધા રહિત થઇને બોલ્યો કે સ્ત્રીઓમાં ચિત્તની સ્થિરતા હોય જ નહિ.કહ્યું છેકે - करिकर्त्तएषु न स्थैर्य, स्थैर्य न कुशवारिषु । विद्युल्लेखासु न स्थैर्य, न स्थैर्यं हृत्सु योषितां ॥१॥
ભાવાર્થ : હસ્તિના કાનને વિષે સ્થિરતા હોતી નથી તથા કુશ (ડાભ)ના અગ્રભાગને વિષે રહેલા પાણીના બિંદુને સ્થિરતા હોતી
૨૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org