________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રકારના દુઃખ વડે કરી આક્રાંત થયા છતા પણ જીવતત્ત્વને જોતો નથી અર્થાત્ કામની દશ અવસ્થાની અંદર માણસોનાં મરણ થાય છે. અને દૂર્ગતિમાં જાય છે, એવું જાણી દશ અવસ્થા ટાળી બ્રહ્મચર્ય પાળવાના ખપી થવા જીવોએચુકવું જોઇએ નહિ. આઠ પ્રકારના અંધ સિદ્ધાન્તો रतिधा दीहंधा जच्चंधा, माय माणकोहंधा । कामांधा, लोहांधा, अवय अंधया भणिया ॥१॥
ભાવાર્થ : રાત્રિઅંધ ૧, દિવસઅંધ ૨, જાતિઅંધ ૩, માયાબંધ ૪, માનઅંધ ૫, ક્રોધઅંધ ૬, કામઅંધ ૭, અને લોભ અંધ ૮. આવી રીતે આઠ પ્રકારના અંધ કહેલા છે.
સ્ત્રીચરિત્ર ) ક્ષિતિતિલકપુરે ગુણસુંદર રાજા હતો. તે જયારે ભોજન કરવા બેસે ત્યારે વિષ પ્રક્ષેપના ભયથી પ્રથમ મયૂરને ભોજન દેખાડીને પછી ભોજન કરતો હતો, કારણ કે મોર આદિના ઉપાય વડે વિષયની ખબર પડી જાય છે. વિષ વડે દુષ્ટ અન્નના સ્વાદથી કાગડાનો સ્વર દુર્બલ થાય છે, તેના ઉપર માખી બેસતી નથી, બેસે તો મરણ પામે છે, વિષ યુક્ત અન્નને સુંઘીને ભમરો અત્યંત શબ્દ કરે છે, સારિકા વિષયુક્ત અન્નને દેખી વમન કરે છે, પોપટ વિષયુક્ત અન્નને દેખી આક્રોશ કરે છે, વિષયુક્તઅન્ન દેખી ચકોર પક્ષી ચક્ષુ મીંચી જાય છે, વિષયુકત અન્ન દેખી ક્રૌંચ પક્ષી મદોન્મત્ત થાય છે, નોલીયો હર્ષયુક્ત થાય છે, મોર પ્રમુદિત થાય છે, બિલાડો ઉદ્વેગ પામે છે, વાંદરો વિષ્ટાને કરે છે, હંસની ગતિ સ્કૂલના પામે છે,કુકડો વિરૂપ શબ્દ કરે છે. તે પૂર રાજાને વલ્લભ હોવાથી સોનાની સાંકળથી જેના પગ અને ગળું વિગેરે શોભાયમાન થયેલ છે એવો તે મોર પોતાની
૨૪3
ભાગ-૧ ફર્મા-૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org