________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે તે તું સાંભળ.
હે રાજન્ ! તમામ સમુદ્ર પ્રત્યે તારી કીર્તિ ફરી વળી પરંતુ તેને રહેવાનું કાંઈ પણઆલંબન નહિ મળવાથી તે રખડી રખડીને પર્વતોના મસ્તકો ઉપર ગઈ. ત્યાં પણ પર્વતના દુર્ગમણાથી સ્થિર નહિ થવાથી પાતાળમાં વિષને ધારણ કરવા વાળા સર્પો રહેલા છે. ત્યાં એકલી ગઈ તેથી હે રાજન્ ! હું જાણું છું કે સ્ત્રીને ભય હોય જ નહિ.
ત્યારબાદ તુટમાન થયેલા રાજાએ કહ્યું કે- વરદાન માગ તેથીકવિએ કહ્યું કે જીવિતવ્ય આપ. તેથી રાજાએ પણ અભયદાન આપી તે રાણી સહિત તેને અર્ધ દેશ આપ્યો.
OT અસતી વિષયે યોગીની સ્ત્રીની ક્યા )
કુંજરાસન નગરના નજીક ભાગને વિષે રહેલા કાષ્ઠકૂટ નામના પર્વતને વિષે વાસવ નામનો યોગી વાસ કરતો હતો. તે દિપથ ત્રિપથ, ચતુષ્પથ, મહાપથ, અને રાજપથ, આદિ માર્ગને વિષે ભમતો વારંવારબોલવા લાગ્યો કે સતીરે સતી અમ ઘર સતી,' એ પ્રમાણે ઘરે ઘરે તથા શેરીએ અને ચૌટે બોલતો બોલતો ભિક્ષા માગતો હતો. એકદા પ્રસ્તાવે તે નગરના સિંહસેન રાજાના મંત્રીએ નિમંત્રણ કરીને તે યોગીને ભોજન કરવા બેસાર્યો, અને તેના નેત્ર, વચન તથા ઇંદ્રિયોના વિકારવડે કરીને મંત્રીએ જાણ્યું કે આ યોગીને સ્ત્રી છે તેને આ મૂઢ યોગી સતી માને છે. પરંતુ આ યોગી સ્ત્રી ચરિત્રને જાણતો હોય તેમ લાગતું નથી માટે અને પોતાની સ્ત્રીનાસતીપણાનો જે અહંકાર છે તેને હું દૂર ક. એવી રીતે વિચાર કરીને તેનો સત્કાર કરીને યોગીનું સ્થાન જાણવા પોતાના માણસોને પાછળ મોકલ્યા અને માણસોના કહેવાથી તેની પાછળજઇને તથા તેના બારણાને ઉઘાડવાના
નરપર
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org