________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
સ્ત્રીચએિ મુકુંદ પત્ની ક્યા) બોદર ગામને વિષેકેશવ અને મુકુંદ નામના બે ભાઈ શ્રેષ્ઠીઓ હતા. તેમાં નાના ભાઈ મુકુંદની સ્ત્રી સુરૂપા હતી. અને બીજાને રૂપિણીનામની સ્ત્રી હતી. મુકુંદ પોતાના ઘરના નજીક ભાગમાં રહેલ પોતાની દુકાને નિરંતર સૂતો હતો. હવે તેની સ્વૈરિણી સ્ત્રી દુકાને વિષે સુવાના દંભ વડે સંધ્યા સમયે ઘેરથી નીકળી નિરંકુશપણેજાર પુરૂષો સાથે રમીને કોઈવાર રાત્રિના બે પહોરે, કોઈવાર ત્રણ પહોરે તેના સ્વામી પાસે જાય, તેથી તેના સ્વામીએ કહ્યું કે હે પ્રિય ! તું નિરંતર આવી મોડી રાત્રિએ કેમ આવે છે તેથી સ્વૈરિણી બોલી કે હે પ્રિયતમ ! મારી જેઠાણી મોટી છે, તેથી ઘરનો તમામ કારભાર રાંધવાનો દળવાનો ખાંડવાનો પીસવાનો ડોર બાંધવાનો મારે માથે હોવાથી વિલંબ થાય છે, અન્યદા ઘરને વિષે કોઈ નહિ હોવાથી મુકુંદ પોતાની ભોજાઈને કહ્યું કે હે રૂપિણી ! ઘરનું કામકાજ કરતાં મારી સ્ત્રીને વિલંબ બહુ જ થાય છે. તેનું તું નિવારણ કરજે. તેણીએ કહ્યું કે હું તો નિરંતર તેને સાયંકાળે જ મોકલું છું મુકુંદે કહ્યું કે તો તે વૈરિણીને હું શિક્ષા કરીશ. એવો વિચાર કરી બારણાને બરાબર સાંકલ દઈ દુકાનમાં પેઠો હવે મધ્યમ રાત્રિયે તેની કુલટા સ્ત્રી આવીને બોલી કે બારણા ઉઘાડો, તેથી જાગતાં છતાં પણ રોષ પામેલો મુકુંદ બોલ્યો નહિ.તેણીયે જાણ્યું કે નહિ સાંભળ્યું હોય, એમ જાણી ફરીથી બારણા ઉઘાડવાનું કહેવાથી ક્રોધ કરી મુકુંદે કહ્યું કે કુટિલ ! આજ સુધી તે આચરેલું તારું બધુ પાપ મેં જાણ્યું છે, માટે આજે તો તું બહાર જ રહે. પ્રાતઃકાળે તારા ભાઈ બાપ અને સ્વજન વર્ગને કહી, વિડંબના કરી તને ઘરમાંથી કાઢીને બીજી સ્ત્રીનું પાણિ ગ્રહણ કરી સુખી થઈશ. તેણીએ કહ્યું કે હે નાથ ! આટલા કાળનો કરેલો ગુન્હો
૨૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org