________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જાનવરોની આંખો કાઢી લઇશ, અને અગ્નિ આદિનો ઉપદ્રવ કરીશ માટે મારી સ્ત્રી કહી મને અપાવજો આમ કહેવાથી ભય પામેલા ગામડાના લોકોએ કાગડાની વાત કબૂલ રાખી, તેથી હંસ, હંસલીને કાગડો ત્રણે ત્યાં આવ્યા ને ત્રણે જણાએ પોતપોતાની વાતોને ગામડીયાલોકો પાસે કહી સંભળાવી ત્યારબાદ તે પાપિષ્ટ ગામડિયા બોલ્યાકે જેમ નારાયણ શ્યામ અંગવાળા છતાં પણ તેને લક્ષ્મી આદિ ગૌરી શરીરવાળી સ્ત્રી હતી, તેમજઆ ધોળી હંસલી પણ કાગડાની
સ્ત્રી છે, માટેતે તેને જ મળવી જોઇએ આવાં વચનો સાંભળી તે ત્રણે જણા સમકાનેરૂદનકરવા લાગ્યા, તેવામાં ત્યાં એક ઘરડો કાગડો આવ્યો, અને તે બોલ્યોકે પોતાના પતિનો વિરહ થવાથી હંસીનેરૂદન કરવું, વિલાપ કરવો તે યોગ્ય છે અને પોતાની સ્ત્રીનો વિરહ થવાથી, હંસને પણ વિલાપ કરવો યોગ્ય છે, પણ તું હંસલી રૂપાળી સ્ત્રીને પામ્યા છતાં પણ શા માટે રૂદન કરે છે, તેવું સાંભળીકાગડો બોલ્યો કે હું મારા આત્માને તેમજ હંસને કે હંસલીને રોતો નથી, પણ આ ગામડીયા લોકોને રોઉ છું,કારણ કે તે સર્વે લુચ્ચાઓ પોતાના સ્વાર્થને માટે અનીતિને કરનારા તેમજ આ હંસની સ્ત્રી છે, તેમ જાણનારા છે છતાં પણ કેવળ જુઠી સાક્ષી પૂરી હંસલીને મને અપાવી માટે તે પાપીઓને હું રોઉ છું, આવી રીતે તમામ ગામડાના લોકોને વગોવી કાગડો પોતાના સ્થાનકે ગયો ને હંસ હંસલીપણ માનસ સરોવર પ્રત્યેગયા.
આ ઉપરથી સાર લેવાનો કે કોઈપણ જીવોનો પોતાનો ગમે તેવો સ્વાર્થ હોય અગર ન હોય તો પણ કદાપિ કાલે કોઈને પણ જુઠી સાક્ષી પૂરીને પાપના અધિકારી થવું નહિ.
૨૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org