________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાંભલી વિમલે સાગરનેકહ્યું કે હસાગર ! તું એવું મિથ્યાશું બોલે છે ? ત્યારે સાગરે કહ્યું કે હે મિત્ર ! જો મારું વચન સત્ય હોય તો તારૂં સર્વધન મારૂ અને અસત્યહોય તો મારૂ સર્વ ધન તારૂ આવી રીતે વિવાદ કરનારા તેઓ ચાલ્યાએટલે આગળ એક ગાડીજતી દેખી. પણ તેને વિષે સ્ત્રીને ન દેખવાથી વિમલ હર્ષ પામ્યો, અને સારથીને કહેવા લાગ્યોકે હે સારથિ ! સ્ત્રી કેમ નથી દેખાતી ! તેણે કહ્યું કે હે ભદ્ર ! તે ગર્ભવતી છે, પ્રસવ માટે સામા વનમાં ગઈ છે. આજ નગરમાં તેની માતા છે તેને તેની પુત્રીની વાર્તા કહેવા માટે મે માતંગને મોકલ્યો છે. હું બ્રાહ્મણ છું, તે વાણિયાની સ્ત્રી છે. તેના ભરતારે તાડના કરવાથીતે આવેલી છે. હું પાડોશી છું. એટલે પ્રેમથી તેનો ત્યાગ કરવાની મને ઇચ્છા થયી નથી. એટલામાં તેની માતા ત્યાં આવીને તેની પુત્રીને પણપુત્ર થયો. આવી રીતે સર્વ વસ્તુ મળી જવાથી વિમલ હાર્યો અને ત્રણે જણા નગરને વિષે ગયા હવે ધનને માટે વિવાદ કરનાર તે બન્નેની વાત રાજદરબારમાં ગઇ ત્યારે રાજાએ પુછયું કે તમારો સાક્ષી કોણ છે ? સાગરે કહ્યું કે કમલ શ્રેષ્ઠી રાજા, તેને બોલાવી પુછવાથી સર્વ સત્યવાર્તાકહી.રાજા તેના સત્યવાદીપણાથી તુષ્ટમાન થયો ને કમલની કોટમાં લક્ષ મૂલ્યવાળો હાર નાખ્યો. આવી રીતે સત્યવાદી ને વિષે શિરોમણિ તેનો પટ્ટબંધ થયો. હવે કમલની વિનંતીથીરાજાએ વિમલને પણ છોડી મૂકયો. તેમ જ સાગરે પણ તેનું તમામ ધન વિમલને પાછું આપ્યું બાદરાજાએ આશ્ચર્ય પામીને કહ્યું કે હે સાગર ! આ બધી અદષ્ટ વસ્તુ તે શાથી જાણી? એટલે વિમળ કહેવા લાગ્યો કે કેરીના રસ વડે કરી વાસિત થયેલા કોદ્રવા તથા તૃણ નીચે પડેલા હતા તેના ગંધથી મેં જાણ્યું કે આંબાની ભરેલી ગાડી છે, વારંવાર ધૂળમાં બેસી જવાથી તેને વિશે
૨૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org