________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કહે તેજ પ્રમાણે થાય.
એક વખત ગામમાં સાધુ ભગવંત આવ્યા ત્યારે બધાશાસ્ત્રીજીએ સામૈયું કરી ઉપાશ્રયમાં પધરાવ્યા. અને પછી બોલ્યા સાધુને વાંદરા હોજો. ત્યારે સાધુએ વિચાર્યું આ મુખનું ગામ લાગે છે. વાંદણાને બદલે વાંદરા બોલે છે. પછી બુધાશાસ્ત્રીએ પોરસીનું પચ્ચકખાણ માંગ્યું પચ્ચકખાણ આપ્યું વ્યાખ્યાન પછી ચોમાસાની વિનંતી કરી જય બોલાવી સાધુને ત્યાં રાખ્યા પછી બુધાશાસ્ત્રીજીએ પુછયું હવે ચોમાસામાં કયું સૂત્ર વાંચશો. ત્યારે સાધુ બોલ્યા તો કહો તે ત્યારે બુધાશાસ્ત્રી એ હાથી ઉપર ભગવતી સૂર પધરાવી વરઘોડો કાઢીને સાધુને વહોરાવ્યું અને કહ્યું કે હવે આ સૂત્ર વાંચો? બુધાશાસ્ત્રીજી બે વાંદણા દઈ મારવાડી ભાષામાં અભુટિઠઓ બોલ્યા તે આ પ્રમાણે જણકિચિ, અરપટીઓ, પરપટીઓ, ભત્તે, પાણે, વિણએ, વેયાવસે, અણાવ્યો, સંલાવ્યો, ભરાવ્યો, ભંડાવ્યો, રોવરાવ્યો, દુહાવ્યો, એ સરવયે મેં જાણ્યો થે ન જાણ્યો, કોન જાણ્યો, કાને ન જાણ્યો, તસ્સ મિસામિ દુક્કમ્.
આવું સાંભળી સાધુ મનમાં બહુજ હસ્યા પછી સાધુએ ભગવતી સૂત્ર સંભળાવવાનું ચાલુ કર્યું એ વખતે સાધુએ બુધાશાસ્ત્રીજીને પ્રશ્ન પુછયો કે પંચેન્દ્રિયજીવ કોણ ? એ વખતે બુધાશાસ્ત્રીજી બોલ્યા હાથીનો જીવ મોટો છે. માટે પંચેન્દ્રિય કહેવાય ? પછી પુછયું કે ચઉરિન્દિરય જીવ કયો ? ત્યારે બધાશાસ્ત્રીજી બોલ્યા હાથી થી નાનો ઊંટ હોય માટે ચઉરિન્દ્રિય તે ઇન્દ્રિય કોણ ? ઉંટથી નાનો ઘોડો હોય માટે તે ઇન્દ્રિય. બેઇન્દ્રિય કોણ ? ત્યારે બધાશાસ્ત્રીજી વિચાર કરીને બોલ્યા હું અને મારી પત્ની બે ઇન્દ્રિય અને એકેન્દ્રિય કોણ ? ત્યારે શાસ્ત્રીજી બોલ્યા આપને પત્ની-પરિવાર નથી માટે આપ એકેન્દ્રિય
M૧૯૧)
૧૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org