________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે યોગી ગયો અને વદિ ચૌદશની રાત્રિએ ગ્રહણ કરવાનો સંકેત કર્યો. તેનો ભાઈ ભીમ પણ પંડિતોના સહવાસથી પોતાનો કાલ નિર્ગમન કરે છે. એકદા તે ભીમે બુદ્ધિસાગરગુરૂ પાસે વિષવાળા અન્નનું વ્યાખ્યાન શ્રવણ કર્યું કહ્યું છે કે –
दृष्टवान्नं स विषं चकोरविहगो धत्ते विरागं दृशो । हँस : कूजति सारिका च वमति क्रोशत्यजस्त्रंशुक : । काक : क्षमारवस्तथा परभृतः प्राप्नोति मृत्यु क्षणात् । क्रौञ्चो माद्यति हर्षवांश्च नकुलः कुर्यात्पुरीषं कपि : ॥१॥
રૂતિ પ્રસ્તાવિત. ભાવાર્થ : વિષયુક્ત અન્ન દેખીને ચકોર પક્ષી દષ્ટિને મીંચ દે છે હંસ શબ્દને કરે છે, સારિકા વમન કરે છે. પોપટ નિરંતર વારંવાર આક્રોશ કરે છે, કાગડો મંદસ્વર કરે છે, કોયલ તત્પણ મરણ પામે છે. ક્રૌંચ પક્ષી મદોન્મત્ત થાય છે. નોલીયો રાજી થાય છે. તથા વાંદરો વિષ્ટાને કરે છે.
આવી રીતે સાંભળીને ભીમ વિચાર કરે છે કે આ જ્ઞાન શ્રેષ્ઠ છે. એવું જાણીને મનને વિષેસ્થિર કરી રાખ્યું. ત્યારબાદ યોગીએ પોતે સંકેત કરેલી રાત્રિમાં એક વિષ સહિત અને બીજો વિષરહિત લાડુ બનાવી તે યોગી સસમના જોડે મઠને વિષે ભોજન કરવા બેઠો. એવામાં પોતાનો ભાઈ સીમ રાત્રિએ અલંકાર, સુવર્ણ,મણિના આભૂષણો પહેરીને યોગીના મઠમાં ગયો છે. તેવું જાણીને તેનો મોટો ભાઈ ભીમ ત્યાં આવીને જોવા લાગ્યો. એટલામાં ત્યાં નજીક રહેલા એક વાંદરાએ વિષ્ટા કરી. તે દેખીને વિચારને વિષે ચતુર એવા ભીમે લાડુમાં વિષ મેળવેલું જાણીને યોગીને ભીમે કહ્યું કે હે યોગી ! આ તું શું કરે છે ? ત્યારે તે યોગી બોલ્યો કે કોઈએ આપેલા બે લાડુ
૧૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org