________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુરોહિતનો પુત્ર મરણ પામ્યો. તે દેખી રાજાને બહુ જ પશ્ચાતાપ થયોકે હા હા ! ઇતિખેદે ! થોડા અપરાધને માટે મેં આનો મોટો દંડ કર્યો. એવી રીતે ખેદ કરે છે, તેવામાં ત્યાં કેવલી મહારાજ પધાર્યા. તેને વંદના કરી તે પુરોહિતના પુત્રનું વૃત્તાંત પુછવાથી જ્ઞાની એ કહ્યું કે તે તારો મોટા ભાઈ રામનો જીવ છે,વિગેરે સર્વ વાત કહી અને ફરીથી પણ કહ્યું કે હજી તેણે ઘણો સંસાર ભટકવું પડશે. એ પ્રકારે શ્રવણેદ્રિય લોલુપણાનો દારૂણ વિપાક દેખીને મહાબળરાજાએ વૈરાગ્યથી દીક્ષા લીધી, અને અનુક્રમે મહાન તપનેતપી મુક્તિને વિષેગયા. માટે સાચા સુખના અભિલાષી જીવો એ શ્રવણેદ્રિયને વશ કરવા ઉજમાળ થવું. વિષયી જીવોને કાળનું ભાન હોય તો ડુબતા નથી.
( કાલાદિ વિષયે સારંગ વણિક કથા DO
રત્નપુર નગરને વિષે લલિતાંગ શ્રેષ્ઠિનો પુત્ર કામદેવનારૂપને પણ જીવવાવાળો સારંગ નામનો હતો. એકદા તે રાજમાર્ગે જતો હતો. તેવામાં કોઇક નવયૌવનવતી વેશ્યાના બારણામાં રહેલી ભેરી હતી, તેને તેણે કૌતુકથી વગાડી. વેશ્યા તે નાદને સાંભળીને ઘરની બહાર આવી અને તેને કામદેવ સમા રૂપાળો દેખીને કહેવા લાગી કે, “સુભગ ! અમૃતકુંડી નામની હું વેશ્યા છું ને મારે ઘરે આવી જે ભેરી વગાડે છે, તે એક હાથીનું મૂલ્ય મને આપે છે. તેમ મારી સાથે ભોગો ભોગવે છે. વેશ્યાના વચનથી તે પણ તેના રૂપમાં મોહિત થઈને વિષયા-ભિલાષી થઈને ચિંતવના કરવા લાગ્યોકે એક બે દિવસ રહી તેમજ એક બે હસ્તિ મૂલ્યને આપીને ઈહાં મારી સંભોગની ઇચ્છા પૂર્ણ થશે નહિ, તેથી વિદેશ જઈને બહુ હસ્તિ ઉત્પન્ન થાય તેટલી લક્ષ્મી ઉપાર્જન કરીને, આ અમૃતકુંડિકા વેશ્યાને બહુ દ્રવ્ય આપીને
૨૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org