________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થવાથી સૂર્યોદય થયો અને ગાય, સિંહ કે પોપટ કોઈને પણ રાજાએ દેખ્યા નહિ.કેવળ પોતાને જ દેખવાથી આશ્ચર્ય પામી રાજા જેવામાં વિતર્ક કરે છે. તેવામાં કોઈ દેવને પોતાના પાસે આવીને ઉભેલો દેખ્યો અને આશ્ચર્ય હૃદયવાળા વિક્રમને તે દેવે નીચે પ્રમાણે કહ્યું :
હે નરદેવ તને ધન્ય છે. તું ધન્યવાદને પાત્ર છે, કારણકે સ્વર્ગને વિષે રહેલ દેવતાનો સ્વામી ઇંદ્ર પોતાની દેવ સભામાં બેસી મસ્તકને ધુણાવતો તારા સગુણોનું કીર્તન પોતે હર્ષ પામીનેકરે છે કે અહો ! હાલમાં પૃથ્વીને વિષે તીવ્ર દયાગુણને ધારણ કરનારા અને પરપ્રાણનું પોતાના દેહથી રક્ષણ કરનાર દયાલુ શિરોમણી શ્રીમાન વિક્રમ રાજા છે તેના સમાન પર પ્રાણને બચાવનાર બીજો અત્યારે કોઈ પણ નથી. ૧.
માટે હે નરદેવ ! તાહરી પરીક્ષાને માટે જ મે ગાય, પોપટ અને સિંહનું રૂપ કરી માયા બતાવી પરંતુ તાહરી જીવ દયા રસીકપણું તો ઇંદ્રના કથન કરતાં પણ હજારગણું મેં અધિક દેખ્યું, માટે કોઈ વર માગ રાજા કાંઈ માગતો નથી તેથી બળાત્કારે તેને કામગવી આપીને દેવપોતાને સ્થાનકે જાય છે, અને રાજા પણ હર્ષને પામી કામગવી લઇને પોતાને નગરે ચાલ્યો માર્ગમાં બાળક સહિત બ્રાહ્મણે આવીને કહ્યું કે હે દુઃખિયોનું દુઃખ હરણ કરનાર ! હે વિક્રમ આ બાળકની માતા મરી ગઈ છે, તેથી આ બાળક દૂધ વિના રહી શકતો નથી. ઘરમાં ધનના અભાવથી ગાય લાવી શકું તેમ નથી. હું અતિદુ:ખી છું. આવા તેના દિન વચન સાંભળી વિક્રમ રાજાયેદર્યાર્દ ચિત્તે તે કામ ગવી ગાય તેને આપી દીધી અને પોતાના રાજયને વિષે ગયો. એકદા પ્રસ્તાવે શ્રી વિક્રમ રાજા વીરચર્યાથી નદી કાંઠે ફરતો હતો તેવામાં નદીના પૂરને વિષેતણાતા એક બ્રાહ્મણને દેખીને પરોપકાર
૨૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org