________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જ વચનથી રાજાને બોધ થયો, અને હિંસાકરવી છોડી દીધી. એટલું નહિપણ તેને પોતાનો ગુરૂ સ્થાપ્યો અને અનુક્રમે ધર્મિષ્ટ થઇરાજા સ્વર્ગે ગયો હવે જો હિંસાથી કલ્યાણ થતું હોત તોરાજા હિંસાને છોડત નહિ અને કનિષ્ટ જાતિના માણસને ગુરૂ થાપત નહિ આથી પણ સિદ્ધ થાય છે કે દયામાં જ કેવલ ધર્મ રહેલ છે, પણ હિંસામાં ધર્મ નથી. मेरगिरिकणयदाणं,धन्नाणंजो देई कोडिरासीओ । इंक्कं चिय हणइ जीवं न छुहई तेण याणेण ॥२॥
ભાવાર્થ : જે કોઈપણ માણસ મેરૂપર્વતના સમાન સુવર્ણનુદાન તથા ધાન્યની રાશીના ઢગલા ધનને વિષે આપે પરંતુ જો એક જ જીવને ફકત હણે તો પણતે દાન થકી એક જીવની હિંસાના પાપ થકી છૂટી શકતો નથી.
Or દયા ઉપર વિક્રમનું દેટાંત
એકદા પ્રસ્તાવે વક્રશિક્ષિત ઘોડાએ હરણ કરેલો વિક્રમ રાજા જંગલમાં જઈ પડયો. ત્યાં તૃષા લાગવાથી પાણીને ખોળતો હતો તેવામાં કોઈક ગુફાને વિષે બહુ જ કાદવવાળા ખાડામાં કાદવને વિષે બુડેલી એક દુર્બલ ગાયને દેખી તે ગાય પણ રાજાને દેખીચક્ષુમાં આંસુ લાવી શબ્દ કરવા લાગી. જીવોને રક્ષણ કરવામાં એકતાન વાળો રાજા પણ તેના દુઃખે દુઃખી થઈ ખાડમાંથી તેને બહારકાઢવા માટે ઉપાયો કરવા લાગ્યો, પરંતુગાય નીકળી શકી નહિ. રાત્રિ થઈ એવામાં કોઈક જગ્યાએથી ભૂખ્યો સિંહ આવીને ગાયના ભક્ષણ માટે સિંહનાદ કરવા લાગ્યો તેથી રાજા દયાલું ચિત્ત કરી વિચારે છે કે ભય વિવલ આ દુર્બલ ગાયને મૂકીને હું જઇશ તો નિશ્ચય આ સિહ તુરત મારી નાખશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org