________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજા રાજયને પણjણ સમાન ગણે છે, તો નિશ્ચય કોઈક દિવસરાજયને પણ બાળીદેશે, માટે રાત્રિએ પલંગ સહિત રાજા રાણીને વનમાં મુકી દેવા, અને તેના પુત્રને રાજયગાદી ઉપર બેસાડવો. એવો વિચાર કરીને રાત્રીએ પલંગ સહિત ઉપાડીને બન્નેને એવા ઘોર જંગલમાં મૂકી દીધા કે જયાં બિલકુલ મનુષ્યનો પ્રચાર જ નથી હવે પ્રાત:કાળે રાજા જાગૃત થયો અને પોતાની આવી દશા થયેલી જોઈ રાણીના સાથે ચાલવા માંડયો. રસ્તામાં રાણી તૃષાતુર થવાથી રાજા પાસે પાણી માગે છે, પણ પાણી નથી તેથી રાણીની ચક્ષુએ પાટા બાંધી પોતાની નસનું રૂધિર પાયુ અને ક્ષુધા લાગવાથી જાંઘ ચીરી સાથળનું માંસ ખવરાવ્યું અને પોતે સંરોહિણી ઔષધીથી સારો થયો, એવી રીતે બંને જણા કોઈક દેશ પ્રત્યે ગયા. ત્યાં રાજાએ અલંકારો વેચીને વ્યાપાર કરવો શરૂ કર્યો. એટલામાં ત્યાં કોઈ પંગુ આવ્યો રાજાએ તેને રાણીનું રક્ષણ કરવા પોતાના ઘરે રાખ્યો કારણ કે સ્ત્રી એકલી હોય તે સારૂ નહિ હવે તે પંગુનો કંઠ બહુ જ સારો હતો, તેથી ગાન તાન કથાના રંગવડે કરી તેણીરાણીનું મન વશ કર્યું. કારણકે સ્ત્રીઓને વિષેવાસ કરવોતેજ કામણ છે. વળી પણ કહ્યું છે કે રાજા સ્ત્રી અને વેલકી આ ટાણે જે સમીપ હોય તેનો આશ્રય કરે છે, તેથી તે પાંગળાને વિષેરાણી રક્ત થઇ. હવે પાંગળાને વિષે ગાઢ પ્રીતિકરનારી તેરાણીરાજાના છિદ્રો જોવા લાગી અને એક દિવસ સખત મદ્યપાન કરાવી તેને ગંગા નદીના પાણીમાં ફેંકયો અને ફેંકવાથી જેવો જાગૃત થયો તેવા ગંગાને તરીને પાર ગયો. ત્યાર બાદ કોઈક નગરને વિષે જઈ ગામની બહાર એક વૃક્ષની છાયા નીચે જઈને સૂતો તેના પુન્યથી વૃક્ષની છાયા તેના ઉપરથીદૂર થતી નથી,સ્થિર રહેલી છે હવે તે વખતે તે ગામનો રાજા અપુત્રીઓ મરવાથી હસ્તિ આદિ
M૨૦૫
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org