________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થયું. આવી રીતે યુદ્ધ કરતાં કરતાં આકાશ માર્ગે તેઓ કિષ્કિધ નામના પર્વતે ગયાને પાંચ દિવસ થયા.ત્યાં વિજયકુમારે જીતેલો ખેચર નાશીને વૈતાઢ્ય ગયો. કુમાર પણ તેની પાછળ ગયો.આવી રીતે તે બન્ને પણ સુરમ્ય પુરીમાં ગયા. હવે કુમાર તેને અમિતતેજસ વિદ્યાધર જાણીને ખેદપામી ચિંતવના કરે છે કે હા હા મને ધિક્કાર થાઓ ! પિતાના જોડે મેં યુદ્ધ કર્યું ત્યારબાદ અમિતતેજસ કહે છે કે હે પુત્ર ! તું ખેદ ન કર. હું તારા પાછળ આવેલ હતો, તેથી મેં શીલવતીનું હરણ કર્યું છે, કારણ કે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તારૂં સર્વશીલસ્વરૂપ મને કહ્યું છે માટે હે વત્સ ! મહાપુરુષ છે, તેને રત્નાવલીએ ક્ષોભ પમાડયા છતાં પણ તું ક્ષોભ ન પામ્યો માટે તું મારારાજયને ગ્રહણ કરે ને હુંદીક્ષાને અંગીકાર કરીશ કુમાર કહે છે કે હે તાત ! હું પણ કામ થકી નિવર્ત માન થયો છું, માટે આપની સાથે જ દીક્ષાને લઇશ. ત્યાર બાદ તે વિદ્યાધર રાજાએ પોતાના ભાણેજ ને રાજય આપી પોતે દીક્ષા લીધી ત્યાર બાદ વિજયકુમાર ફરીથી શત્રુંજય આવ્યો ને ત્યાં કોઈ પણ ઠેકાણે શીલવતીને નહી દેખવાથી દીક્ષા અંગીકાર કરી મોશે ગયો. શીલવતીત્યાં પ્રવાહણ માર્ગે આવેલ ચંદ્ર શ્રેષ્ઠીના સાથે સિંહલદ્વીપે ગઈ અને તેણી સુદર્શના જોડે ભરૂચને વિખેતપતપીને ઇશાન દેવલોક ગઈ.
CT સ્પર્શેન્દ્રિય વિષયે મહેંદ્રમાર ક્યા છે
વિશ્વપુરનગરને વિષે ધરણંદ્ર નામનો રાજા હતો તેમણે મહેન્દ્ર નામનો પુત્ર હતો. તેણે શ્રેષ્ઠીનો પુત્ર મદન નામનો મિત્ર હતો, તેણે ચંદ્રવદના નામની સ્ત્રી હતી. અન્યદા ઘરે આવેલા પોતાના પતિનામિત્ર મહેન્દ્રકુમારને ચંદ્રવદનાએ પોતાના હાથે પાનનું બીડુ આપ્યું તેથી તેના હાથના કોમળ સ્પર્શથી રાજકુમાર તેણીના સાથે M૨૦૩
~~~
૨૦3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org