________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આ સાંભળી સાધુ ઘણાં હસ્યા આવી રીતની મુર્ખાઓ સાથે પ્રશ્નોતરી કરી સાધુએ વિચાર્યું કે મુર્માઓનાં ગામમાં વધારે રહેવા જેવું નહિ એમ વિચારી સાધુ વિહાર કરી ગયા.
માટે જ્ઞાનીઓ કહે છે કે મુખનાં ગામમાં જઈ વધારે ન રહેવું.
C આગમો લખાવવાનું ફળ ) O પ્રિય બાંધવ ! આ દુનિયામાં તે મનુષ્યોને જ ખરો ધન્યવાદ ઘટે છે કે જે મુક્તિમાર્ગના પરમ તેજોમય અદ્વિતીય સૂર્ય સમાન જૈન આગમોને લખાવી પોતાની લક્ષ્મી, પોતાનો જન્મ, પોતાનો આત્મા અને પોતાની શક્તિને સફળ કરે છે.જૈનના આગમોના પુસ્તકોને લખાવનાર સર્વ સિદ્ધાંતોને પારગામી થઈ શીઘ્રતાથી સ્વલ્પ સમયમાં નિર્વાણ-મુક્તિને પામે છે. જે માણસ જૈનાગમ-પુસ્તકોને લખાવે છે તે માણસ કોઈ દિવસ જડબુદ્ધિ પણું, મુંગાપણું, અંધાપણું, બુદ્ધિરહિતપણું અને દુર્ગતિના અંદર જવાપણું પામતો નથી. વળી જે માણસો જૈનાગમ પુસ્તકોને લખાવે છે, તેમજ પોતે લખે છે તથા પોતે ભણે છે. અને ભણાવે છે. તથા પોતે સમજે છે અને વ્યાખ્યાનમાં બીજાને સમજાવે છે, વળી પોતે રક્ષણ કરે છે અને બીજા પાસે રક્ષણ કરાવે છે, તે મનુષ્યો જૈનાગમ પુસ્તકોની ભક્તિ કરી ઉત્તમ મનુષ્યગતિ તથા ઉત્તમ દેવગતિ પામી મોક્ષમાં જલ્દીથી પહોંચી જાય છે. જે માણસો કલ્પસૂત્રને લખાવી, વિધિવડે તેમની ઉત્તમોત્તમ પ્રકારે પૂજા કરી, હૃદયમાં શુભ ભાવના ધારણ કરી ઉપવાસ કરી એક ચિત્તથી અક્ષરે અક્ષર સાંભળે છે, તે માણસો ત્રીજા ભવની અંદર જન્મ જરા મરણનાદુઃખોને નિવારી ભવનો અંત કરે છે-મોક્ષને પામે છે. શ્રીમાન તત્વનેત્તા શાસ્ત્રકાર મહારાજાઓએ બાલ સ્ત્રી, મંદ, મૂર્ખ અને ચારિત્રચ્છુ માણસોના અનુગ્રહાર્થે સિદ્ધાંતોને પ્રાકૃતની અંદર રચેલા
૧૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org