________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
પતિના હાથમાં રહેલી વીંટી પોતાના જોવામાં આવી અને તુરત જ તેને પોતાના ભાઈ તરીકે ઓળખી લઈ વૈરાગ્ય પામી અને તુરત દિક્ષા લીધી. ત્યાર બાદ સંયમનું પ્રતિપાલન કરતાં, તપ જપ ધારણ કરતાં, શુદ્ધ બુદ્ધિના પ્રભાવથી અવધિજ્ઞાન પામી. બીજી તરફ એ જ અવસરે કુબેરદત્ત કામ પ્રસંગે મથુરામાં ગયો અને ત્યા કર્મને વશ થઇ પોતાની માતા કુબેરસેના વેશ્યા સાથે વ્યભિચારમાં પડયો અનુક્રમે કુબેરસેનાને તે કુબેરદત્તાથી જ એક પુત્ર પણ થયો. આ વાત કુબેરદત્તાએ અવિધજ્ઞાનથી જાણી તેથી તેના મનમાં વિચાર થયો કે અહો અહો ! આ બહુ અયોગ્ય થયું છે, આવો વિચાર કરી તે બન્ને ને બોધ કરી ઠેકાણે લાવવા માટેકુબેરદત્તા મથુરામાં ગઇ, અને ત્યાં વેશ્યા કુબે૨સેનાના નિવાસ સ્થાનમાં વસતિ માગીને રહી.ત્યાર બાદ એક વખતે કુબેરદત્તથી ઉસન્ન થયેલો કુબેર સેનાનો પુત્ર રડતો હતો, ત્યારે કુબેરદત્તા સાધવી તેને કહેલા લાગી કે, હે ! બાલક તું શા માટે રડે છે, છાનો રહે, કારણ કે તું મને અત્યંત પ્રિય છે, કારણ કે તાહરા સાથે મહારે છ સંબંધો છે, તે હું તને કહી સંભલાવું છું માટે તુ સાંભળ :
૧ તું મહારા પતિનો પુત્ર છે, એટલે મહારો પણ પુત્ર છે. ૨ તથા તું માહરા ભાઈનો પુત્રછે.
૩ વળી માહરી માતાના ઉદરમાં તું ઉત્પન્ન થયેલો છે માટે તું માહરો ભાઈ છે.
૪ તું માહરા પતિનો નાનો ભાઈ છે, તેથી તું માહરો દિયર
છે.
૫ વળી મહારી માતાના પિતાનો ભાઈ હોવાને લીધે તું મહારા પિતાનો ભાઈ છે.
Jain Education International
૧૭૬
For Personal & Private Use Only
www.jainelibrary.org