________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ૫ વેશ્યાની શોકય હું અને તું મારો ભાઈ હોવાથી વેશ્યાનો પણ ભાઈ થાય છે, ૬ તેમજ મહારા ભાઈનો તું પુત્ર અમે બન્ને શોકય હોવાથી વેશ્યાને પણ તે જ પ્રમાણે થયો અને તેથી વેશ્યાને ભાઈનો પુત્ર પણ થયો.
હવે હે વત્સ ! કુબેરદત્તની સાથે પણ વેશ્યાને છે સંબંધો છે. ૧ અત્યારેતે વેશ્યાનો પતિ છે. ૨ તથા પ્રથમ તેનાથી તે ઉત્પન્ન થયેલો હોવાથી વેશ્યાનો તે પુત્ર છે. ૩ હું વેશ્યાની પુત્રી છું અને કુબેરદત્ત મહારો પતિ છે. તેથી તે વેશ્યાનો જમાઇ થયો. ૪ વેશ્યાના પતિ કુબેરદત્તની હુબહેન છું, તેથી વેશ્યાની હું નણંદ થઈ અને કુબેરદત્ત મહારો પતિ હોવાથી વેશ્યાનો નણદોઈ થયો. ૫ વેશ્યાનો પતિ કુબેરદત્તની હું સાવકી (શોકય) માતા થાઉં, તેમજ એ કુબેરદત્ત મહારો પતિ થાય, તેથી તે વેશ્યાનો સસરો થાય ૬ અને શોકમયના સંબંધે પણ કુબેરદત્ત મહારો ભાઈ હોવાથી વેશ્યાનો પણ ભાઈ થયો. હવે વેશ્યાને મારી સાથે પણ છે સંબંધો છે, તે તું સાંભળ ! ૧ વેશ્યાના પતિ કુબેરદત્તની હું બહેન હોવાથી વેશ્યાની નણંદ થઈ, ૨ અમારા બંનેનો પતિ એક હોવાથી વેશ્યાની હું શોકય થઇ. ૩ વળી હું તેની પુત્રી છું તે તો પ્રસિદ્ધ જ છે. ૪ વેશ્યાના પિતાની હું સાવકી (શોકય) માતા થાઉં, તેથી વેશ્યાની હું સાસુ થઈ. ૫ વેશ્યાના પુત્ર કુબેરદત્તની હું પત્ની થાઉં છું, તેથી વેશ્યાનાપુત્રની હું વહુ થાઉં છું. ૬ તેમજ તેની પપ્રૌત્રી થાઉં છું.
આવી રીતે અઢાર ચોક બોતેર નાતરાના સંબંધો થાય છે, માટે હે વત્સ ! તું છાનો રહે, આવી રીતે સાધ્વીનાં વચનો સાંભળી પોતાના પૂર્વનાસંબંધને જાણી તે વેશ્યા બોધ પામી તેથી તેણે ચારિત્ર ગ્રહણકર્યું તેથી ભવસમુદ્રનો પાર પામી. તથા કુબેરદત્તે પણ દિક્ષા ગ્રહણ કરી, એ વાત કોઈ કોઈ ગ્રંથમાં છે.
M૧૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org