________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
વળી હે ! બાળક વેશ્યાની સાથે પણ તમારા જ સંબંધ છે, ૧ તે તમારી માતા છે, ૨ તથા હારા પિતાની માતા છે, ૩ તમારા ભાઈ કુબેરદત્તની સ્ત્રી હોવાથી તે તારા ભાઈની સ્ત્રી (ભાભી) છે, ૪ હું તમારી બીજી માતા છું, અને આ વેશ્યા મારી માતા છે, તેથી તે તહારીદાદી છે, ૫ તું મારો ભાઈ છે અને આ વેશ્યા મહારી શોકય હોવાથી તમારી બેન થાય છે, ૬ તેમજ તું મારી શોકયનો પુત્ર હોવાથી મારો ભાઈ છે, અને આ વેશ્યાકુબેરદત્તની વહુ હોવાથી તારા ભાણેજ ની વહુ થાય છે. વળી તે બાળક ! મહારી સાથે પણ તારા છ સંબધો થાય છે. તે તું સાંભળ ૧ હું તારી બેન છું, ૨ તું મારી શોકયનો પુત્ર છે, માટે હું તારી માતા છું, ૩ હું તારા પિતાની બેન છું તેથી હું તારી ફઈ થાઉં છું, તારા ભાઈની હું પત્ની છું તેથી તહારી ભોજાઈ છું, ૫ તું મારી શોકયતા પુત્રનો પુત્ર છે તેથી હું તમારા પિતાની માતા છું, ૬ અને મારી માતાના પતિનો નાનો ભાઈ તું હોવાથી હું તારા ભાઈની પુત્રી
છું.
વળી હે પુત્ર તમારા પિતાનાં કુબેરદત્તને તારી સાથે છ સંબંધો છે. ૧ તાહરી માતા અને કુબેરદત્તની માતા એક હોવાથી કુબેરદત્ત તારો ભાઈ છે, ૨ તથા તું તેનો પુત્ર છે, ૩ મહારા ભાઈ કુબેરદત્તનો તું પુત્ર છે તેમજ મહારી શોકયનો પણ પુત્ર હોવાથી તું મારો પુત્ર છે, અને એ રીતે કુબેરદત્તનો તું ભાણેજ પણ છે, ૪ મહારા પતિ કુબેરદત્તની તથા મહારી બન્નેની માતા એક જ અને તેથી કુબેરદત્તનો તું સાળો છે, ૫ કુબેરદત્તની સ્ત્રી વેશ્યા અને તેનો પુત્ર કુબેરદત્તનો તું પુત્રી છે તેથી એનો પૌત્ર થાય છે, ૬ અને કુબેરદત્તની માતા વેશ્યા તેનો પતિકુબેરદત્તનો તું ભાઈ હોવાથી તેનોકાકો પણ થાય છે.
૧૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org