________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ક્રમમાં જે ચાલ્યો આવતો હોય તેજ સર્વેને પ્રમાણભૂત હોય છે, પણ તારું કથન યુક્તિ યુક્ત નથી, કારણ કે પૂર્વ પુરૂષોના ક્રમથી જો દારિદ્રતેમજ વ્યાધિ વિગેરે ચાલ્યા આવતા હોય તો તેકુળક્રમને વિષે ચાલતા આવેલાને શું ત્યાગ કરવા લાયક નથી? અર્થાત્ ત્યાગ કરવા લાયક હોય છે. રાગદ્વેષને ત્યાગ કરનાર તથા પરમાર્થ જાણનાર ગુરૂ કહેવાય છે. તે ગુરૂ પોતે શ્રીમાન અર્પન કહેવાય છે અથવા અહંની આજ્ઞા વિષે રહેલા ને તેમના વચનોને જાણનાર ગુરૂ કહેવાય છે રાગાદિક વડે કરી મુક્ત થયેલ જ અર્ધન દેવ કહેવાય છે અને તેમનોકહેલો જ ધર્મ હિતકારી છે.” આવી રીતનાં ચંપકમાળાનાં વચનો સાંભળી અમરગુરૂ બોલ્યો કે –“આને વિષે પ્રમાણ શું ?” ત્યારે રાજપુત્રી બોલી કે “અન્ય શાસ્ત્રોને વિષે રાગાદિકની પ્રાપ્તિ છે તેજ ઇહાંપ્રમાણભૂત છે. વળી લોકો કાંઈ કહેતા નથી છતાં પણ સંહાર કરવો, સૃષ્ટિની ઉત્પત્તિ કરવી અને પ્રતિપાલન કરવું. આવાકારણોના ભાવને લઈને તેઓ દેવ કહેવાતા નથી એ પ્રત્યક્ષ છે. સ્ત્રી તથા શસ્ત્રાદિકને ધારણ કરનારી દેવમૂર્તિઓ રાગદ્વેષના ભ્રમવાળી હોય છે. મતલબ કે સ્ત્રી શસ્ત્રાદિકને ધારણ કરનાર રાગી દ્વેષી કહેવાય છે અને તે વાસ્તવિક રીતે ખરા દેવ કહેવાતા નથી પણ જિનેશ્વર દેવે રાગ વેષાદિકને ત્યાગ કરેલા છે તેમની આકૃતિ પ્રસન્નતાવાળી હોય છે ને તેમની કૃતકૃત્યતા સત્યતાથી દેખાડી આપે છે. માટે રાગદ્વેષાદિકને ત્યાગ કરનાર જ સત્ય પરમદેવ કહેવાય છે.” ઇત્યાદિ શ્રેષ્ઠ યુક્તિઓથી અમરગુરૂને ચંપકમાળાએ એવી રીતે નિરૂત્તરકર્યો કે તે અરિકેસરી રાજા સહિત જૈન ધર્મને વિષે નિશ્ચળ થયો. પછી અમરગુરૂ બોલ્યો કે “તું અમોને સંસારરૂપી સમુદ્રનો પાર પામવામાં નાવ સમાન મળી છે, કારણ કે અમો ઉન્માર્ગને વિષે ગમન કરતા હતા તેને અટકાવી સામાર્ગ (જૈન
૧૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org