________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ચંપકમાળાના ચરણકમળમાં પડીને બોલી કે “તારા ચરણકમળનું જ મને શરણ હો હે સુતતનું ! તમે કોઈ મહાત્માનું વચન સત્ય કર્યું કે નિર્ગુણી પ્રાણીયોના ઉપર પણ સજ્જનો ઉપકાર કરનારા હોય છે.” એ પ્રકારે પોતાના અપરાધને ખમાવી ચંપકમાળાની જોડે પ્રીતિ કરવાલાગી. હવે ચંપકમાળાની સાથે દુર્લભદેવી પ્રીતિ વૃદ્ધિ પામેલી જોઈ રાજા પોતાના મનમાં એ પ્રકારે ચિંતવન કરવા લાગ્યો કે “ચંપકમાળા ઉત્તમકુળને વિષે ઉત્પન્ન થયેલી છે, તથાતેણીના ગુણો અને દક્ષતા જોઇને ભલ ભલા માથું ધુણાવે છે. તેણીએ જૈનશાસનની ઘણી જ પ્રભાવના કરી છે.” રાજા પણ તેણીના ઉપર સદ્ભાવ ધારણ કરતો જૈન ધર્મને વિશે અત્યંત પ્રવૃત્તિ કરવા લાગ્યો રાજાએ પોતાના દેશમાં રહેલા પ્રત્યેક પ્રત્યેક ગામમાં જૈન મંદિરો કરાવી પૃથ્વીને જૈન મંદિરથી ભૂષિત કરી સુવિદિત લોકોને બહુમાનપૂર્વક વસતિ આપી ઉચિત રીતે બહુમાન કરવા પોતાના અધિકારી વર્ગને પ્રેય, તેમજ મુક્તિ સુખના પરમ અંગભૂત સ્વામીવાત્સલ્યાદિક કરી સાધર્મિક ભાઈઓની ભક્તિ કરવા માંડયો તથા સિદ્ધસેનના સારને સાંભળવા લાગ્યો આવી રીતે કરી સર્વ જગ્યાએ અમારીના પડદની ઉદઘોષણા કરાવી અને સર્વ શ્રાવકવર્ગને કર રહિત કર્યા. એ પ્રકારે દેવી સહિત ધર્મકાર્ય કરવાને તત્પર રહેલો રાજા પાપકાર્ય ની બુદ્ધિરહિત થઇ, ઉત્તમ કાર્યમાં ઉદ્યમી થઇ, ન્યાયનીતિથી પ્રજાનું પ્રતિપાલન કરવા લાગ્યો. હવે અન્યદા ચંપકમાળાએ સારા મુહુર્ત પૂર્વદિશા જેમ લાલ કિરણવાળા સૂર્યને જન્મ આપે છે તેમ લાલ હાથ પગવાળા અને પવિત્ર એવા પુત્રને જન્મ આપ્યો તે સમયે પ્રિયંવદા નામની દાસીએ પુત્રજન્મની વધામણી રાજાને આપવાથી રાજાએ મુકુટ સિવાય તમામ આભૂષણો દાસીને બક્ષીસ કર્યા, તેમજ તેને દાસીભાવથી મુક્ત કરી અંતે પ્રતિહારીને આજ્ઞા કરી કે ‘જિનેશ્વર મહારાજની પૂજા પૂર્વક યોગ્ય કરો’ પ્રતિહારી રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ જગ્યાએ પુરૂષો M૧૫૪
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org