________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાના પરિવાર સહિત ગુરૂ મહારાજ પાસે તે વખતેદીક્ષા અંગીકાર કરી ગુરૂમહારાજે સાક્ષાત સંયમલક્ષ્મીના જેવી શ્રી આનંદશ્રી આર્યમહત્તરાને ચંપકમાળા પ્રમુખ સાધ્વીયો સુપ્રત કરી ત્યાર પછી ભુવનાનંદરાજા જિનેશ્વર મહારાજને ગુરૂમહારાજને અને મુનિ મહારાજને વંદન કરી અત્યંત હર્ષ અને શોક સહિત પોતાના સ્થાને ગયા અને ચિંતવન કરવા લાગ્યા કે “આ નગરી, આ ઘરો, તે જ છે કે બીજા અન્ય છે? આ પ્રદેશ તે જ છે કે બીજા અન્ય છે? આ ભૂમિ પિતાએ અલંકાર કરેલી હતી તે જ છે કે બીજી અન્ય છે? જેમ રાત્રિને વિષચંદ્ર રહિત ગગન શોભાને પામતું નથી તેમજ અરેરે ? પિતાજીએ ત્યાગ કરેલ આ નગર પણ શોભાને પામી શકતું નથી. આવી રીતે ખેદયુક્ત રહેવા લાગ્યાક્રમે કરી શોકથી વિરામ પામેલભુવનાનંદરાજા સમગ્ર દિશાચક્રને વશ કરી લોકોને પ્રેમ ઉપજાવવા પૂર્વક રાજયનું પ્રતિપાલન કરવા લાગ્યો અરિકેસરી મુનિરાજ પણ રાત્રિ દિવસ સૂત્રાર્થનું અધ્યયન કરવા લાગ્યા અને કાળે કરી સૂત્રાર્થના જાણકાર થઈ ગીતાર્થ થયા. ગુરૂમહારાજે પણ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની અનુમતિપૂર્વક તેમને સૂરિપદે સ્થાપન કર્યા પછી અરિકેસરી રાજર્ષિ વિશિષ્ટ પ્રકારે જ્ઞાન, ધ્યાન, ક્રિયાકાંડ અનુષ્ઠાનને વિષે તત્પર રહી, વિવિધ પ્રકારના તપકરણમાં ઉજમાળ થઈ પૃથ્વી મંડળ પર વિચરતા ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ ગતિ ક્રમોને ખપાવી કેવળજ્ઞાન પામ્યા અને ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ કરી આયુષ્ય ક્ષીણ સમયે શૈલેશીકરણ કરી સર્વ કર્મથી મુક્ત થઈ મોક્ષને વિષે પધાર્યા હવે દુર્લભદેવી સુલસા આદિ સાધ્વીયો યુક્ત ચંપકમાળા સાધ્વી પણ અગ્યાર અંગના જાણકાર થયા અને ગુરૂજીએ તેમને પ્રવર્તિનીપદે
સ્થાપન કર્યા. તેઓ વિવિધ પ્રકારના તપકર્મ કરી ભૂમિ મંડળને વિવિચરવા લાગ્યા અને ભવ્ય જીવોની નરકાદિક દુઃખ પરંપરાને દૂર કરવા લાગ્યા ગુરૂ મહારાજની પ્રવર સેવાથી કર્મમળની શુદ્ધિ કરીને તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org