________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નથી તેથી અંતઃકરણમાં ક્રોધ પામેલા રાજાએ મંત્રીને કહ્યું કે “હે મંત્રિમ્ ! પ્રાત:કાળે તે વચનની હું પરીક્ષા કરીશ. જો સત્ય હશે તો તારી ખ્યાતિ થશે ને અસત્ય હશે તો આ માગણોની જીભો છેદી નાખીશ અને તારૂં બધું દંડને બદલે લઈ લઇશ.” ત્યારબાદ સભા થકી ઉઠીને મંત્રી ઘર પ્રત્યે ચાલ્યો.તે વખતે રાજાએ મંત્રીના મસ્તક ઉપરની છાયા જેટલી પૃથ્વી પર પડી તે પર પત્થરની મોટી શિલા સ્થાપન કરી પ્રાતઃકાળે મંત્રી સભાને વિષે આવ્યો ત્યારે ભૂમિને ખોદવાથી પથ્થરની શિલા નીકળવાથી રાજાએ હાયપૂર્વક કહ્યું કે “હે મંત્રિન્ ! તારું ભાગ્ય તો બહુ જ મોટું લાગે છે. કારણ કે તારા મસ્તકની છાયા નીચે ખોદતાં કાળી પથ્થરની શિલા નીકળી.” તેથી મંત્રીના ભાગ્યથી પ્રેરાયેલા કોઈકે કહ્યું કે “હરાજન્ આશિલાને ભાંગી નાંખો કોણ જાણે છેકે આના અંદરકદાચ નિધાન હોય” તે વખતે તે શિલા ભાંગવાથી તેમાંથી સર્પ નીકલેલો દેખીસર્વ સભા ભય પામી અને બોલ્યા કે “અહો મંત્રિનું ભાગ્ય પાષાણ થકી પણ સર્પ નીકળ્યો પછી અતિહાસ્યપૂર્વક રાજાએ મંત્રિને કહ્યું કે “હે મંત્રિન્ ! તારા ભાગ્યથી નીકળેલ નિધાન તું ગ્રહણ કર.” હવે મંત્રી તો તેને સવા કોટી મૂલ્યનો બત્રીશ મણીનો હાર દેખે છે. તે અવસરે મંત્રિએ નમસ્કાર મંત્રપૂર્વક તેના ઉપર હાથ મૂકવાથી તેનો અધિષ્ઠાયક દેવ ચાલ્યો જવાથી તમામ સભાના લોકો હારખવા માંડયા. હવે મંત્રિએ તે હાર પોતાને કંઠે સ્થાપન કરવાથી તમામ લોકો તેને જોવા લાગ્યો મંત્રિનું બિરૂદ સત્ય છે.એમ વારંવાર બોલતા રાજાએ તે માંગણોના ગણોનો સત્કાર કરીને મંત્રીનું પણ બહુમાન કર્યું -
C1 પુજે ભીમ રાજાની ક્યા ) સત્તર હજારગામ વડે શુશોભિત પાટણને વિષેભીમ રાજા રાજય કરતો હતો, તેને પૂર્વે ઉપાર્જિત કરેલા કર્મના વશપણાથી મહારોગ M૧૬૯
~
૧૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org