________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મોકલી ધ્વજા વિગેરેથી હાટ ધરબાર વગેરે મંગળમય શણગારી નગર ઉત્સવ યુકત કર્યું. એક માસ વ્યતીત થયા પછી સારા મુહુર્તો મહાઉત્સવપૂર્વક રાજાએ પુત્રનું નામ ભુવનાનંદ પાડયું.અનુક્રમે બાલક લાલનપાલન કરતો અષ્ટ વર્ષનો થયો, ત્યારે કળા અભ્યાસનેમાટે ઉપાધ્યાયની પાસે મૂકયો સ્વલ્પ સમયમાં કળાઓના સમૂહનો પારગામી થવાથી રાજાએ તેને યુવરાજ પદે સ્થાપ્યો અને તે કુમાર સમગ્ર લોકોના મનને હરણકરવાવાળો થયોઅનુક્રમે રાજાને કુમારોરૂપી હસ્તિઓને વિષે સિંહસમાન બીજો પણ પુત્ર થયોતથા જયસુંદરી નામની એક ઉત્તમ પુત્રી પણ થઈ એવા પ્રકારે કાળ નિર્ગમન થતાં એક દિવસે ચંપકમાળાએ રાજાને કહ્યું કે “હે નરેશ્વર ! હાલમાં દીક્ષા અંગીકાર કરવાનો સમય વર્તે છે' રાજાએ કહ્યું કે “હે સુંદરી ! તે બરાબર યુક્ત કહ્યું છે, પરંતુ હજી સુધી હું પૂર્વકર્મના વશથી તારા મુખકમળને જોવાની તૃષ્ણાવાળો છું.” તે સાંભળી રાજા પ્રત્યે ચંપકમાળા બોલી “હનાથ ! આવા પ્રકારનું વચન યુક્ત નથી.આપના આત્માને હિતકારી વચનો વડે બોધ કરવો જોઇએ કે હે ચેતન ! દુર્લભ એવા મનુષ્ય જન્મને પામીને પણ સ્ત્રીના મોહમાં આખો ભવ હારી જાય છે તે સ્ત્રીમાં મનોહરપણ તે શું દેખ્યું ?જે સ્ત્રીના શરીરની અંદર છે તે બહાર હોય અને જે બહાર હોય તે અંદર હોય તો તેના પ્રત્યે પડનારા કુતરાઓના સમૂહને દુ:ખેકરી નિવારણ કરી શકાય. ચામડી હાડકા, રૂધિર મૂત્ર, વિષ્ટા, નસો,મજ્જા, મેદાદિકથી પરિપૂર્ણ દુર્ગધમય સ્ત્રીના શરીરને વિષે રમણીયતા કાંઇ જ નથી. વળી સ્ત્રીના દેખાતા મનોહર શરીરના સ્પર્શને વિષે જે આસકત થાય છે તે મોહથી વશ થઇ વિવેક શૂન્ય બની કંગાળ દશા ભોગવે છે જેવા પ્રકારે જીવ સ્ત્રીના વિષે રકત થાય છે તેવી જ રીતે જો જૈનધર્મને વિષે રક્ત થતો હોય તો તેજ ભવને વિષે સકલકર્મ ક્ષય કરી મુક્તિ ગમનનો ભાગી થાય. જેમ વીજળીનો ચંચળ ચમકારો ક્ષણમાત્ર માં નષ્ટ થાય છે તેવી જ
૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org