________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાંચેપાંડવો તેના પગમાં પડયા અને પુછયું કે તમે અહીં ક્યાંથી ? તેણે કહ્યું કે હું દેવલોકમાં ગયેલ છું અને તમોને બોધ કરવા આવેલ છું. તમોએરણસંગ્રામમાં અઢાર અક્ષૌહિણી સેના મારી, સેંકડો હજારો કુરૂઓને મારી કુરૂકુલનો નાશ કર્યો છે, અને એક જ દ્રૌપદીને પાંચે જણા સેવો છો - મહા પાપ કર્મ બાંધો છો. કાળ કરીને ધર્મ વિના દુર્ગતિમાં જશો. વનવાસે વગડામાં જેવા હતા તેવા જ હજી રોઝ જેવા છો. વિગેરે કહી બોધ કર્યો, તેથીપાંચે જણાએ કહ્યું કે અમોને જે આશ્ચર્ય દેખ્યા તેનો ભાવાર્થ સમજાવો. દેવે કહ્યું. (૧) કાગડાને ઉત્તમ જનાવરો એ સેવવાથી આ કળિકાલમાં ઉત્તમ
રાજાઓ સ્વેચ્છરાજાઓની સેવા કરશે. (૨) પાંચ મુખે પાડો ચરે છે તેથી રાજાઓ પાંચ પ્રકારે કર લેશે છતાં
પણ તૃપ્તિ પામશે નહિ. (૩) હરણને એક પગે ઉભો રહેલો દેખવાથી આ કલિકાલમાં
શીયલ, તપ, અને ભાવના, નષ્ટ થશે. ફક્ત એક દાન જ ટકી રહશે અને તે પણ કીર્તિને માટે જ સુરતની પ્રસવેલી વાછરડીને ગાયને ધાવતીદેખાવાથી આ કલિકાલમાં લોકો કન્યા વિક્રય કરી પૈસાથી પોતાનું ગુજરાન ચલાવશે. ત્રણ વાસણમાં પ્રથમ અને છેલ્લામાં પાણી પડે અને વચલામાં નહિ તેથી ઘરના માણસો ઉપર ઝેર વેર વધશે અને પરના માણસો ઉપર પ્રેમ થશે,કલિયુગની શરૂઆત થઈ છે. હવે એ દેવ તો એમ કહી બોધ કરી ગયો. પાંચે પાંડવો બોધ પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી સિદ્ધાચળ ઉપરજઈ અણશણ કરી કેવળજ્ઞાન પામી વીશ કોટી મુનિ મહારાજાઓ સાથે સિદ્ધાચળ ઉપરઆસો સુદિ પુર્ણિમાએ મોક્ષે ગયા.
૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org