________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગામડીયાને તેમણે તે વિષય બાબત) પુછવાથી પાપથી જ જય છે આવું કહેવાથી નાપિતે તમામ લઈ લીધું, ને લલિતાંગ કુમારને કાઢયો. પછી ફેર નાપિતે કહ્યું કે હે લલિતાંગ કુમાર હજી પણ તું અધર્મથી જય માને તો તને તારી તમામ વસ્તુ પાછી આપું. લલિતાંગે કહ્યું કે - અધર્મમાં જય માનનાર મૂઢ અને અજ્ઞાનીજ માણસો હોય છે. નાપિતે કહ્યું કે ચાલ બીજા ગામમાં જઈને પૂછીએ. જો બીજા ગામમાં પણ અધર્મથી જય કહેશે તો તારી ચક્ષુ બને હું કાઢી લઇશ. અને ધર્મથી જય કહેશે તો તારૂં બધું અને મારું સર્વસ્વ તને આપી દઇશ લલિતાંગ કુમારે પણ ધર્મના દઢ આગ્રહથી કહ્યું કે તેમ હો. ત્યારબાદ બીજા ગામે જઈ નાપિતે લોકોને પુછ્યું કે “બોલો ભાઈઓ ! ધર્મથી જય છે કે અધર્મથી !” અજ્ઞાની ગમાર ગામડીયા બોલ્યા કે અરે ભાઈ ધર્મનું નામ મૂકો. આજે તો દુનિયામાં અધર્મથી જ જય થાય છે. સજ્જન નાપિતે લલિતાંગકુમારને કહ્યું કે લાવ તારા બન્ને નેત્રો કાઢી દે. સત્યધર્મના પક્ષપાતી લલિતાંગકુમારે પણ પોતાના સત્ય વચન પ્રમાણે બન્ને નેત્રો કાઢી આપ્યાં. પછી નાપિતે તિરસ્કાર કરીને કહ્યું કે “હે ધર્મથી જય માનનારા મૂઢ ? તારા ધર્મનું ફળ હવે તું ભોગવજે. એમ કહી લલિતાંગ કુમારને ત્યાંથી કાઢયો અને સર્જન નાપિત લલિતાંગકુમારનું સર્વસ્વ લઈ બીજે ક્યાંક ચાલી ગયો. ત્યારબાદ લલિતાંગકુમાર રાત્રિને વિષે કોઈક વૃક્ષની નીચે રહ્યો. તે વૃક્ષના ઉપર રહેલા ભારંડ પક્ષીઓની વાત સાંભળે છે. લઘુ પક્ષી કહે છે કે સિંહલદ્વીપમાં રાજાની પુત્રી મદનરેખા નામની જાલંધા છે. તે કાલે અગ્નિમાં પ્રવેશ કરશે. તેના મોહથી રાજાદિક પણ અગ્નિમાં પ્રવેશ કરશે. તેના મોહથી રાજાદિક પણ અગ્નિ માં પ્રવેશ કરશે. વૃદ્ધ પક્ષી કહે છે કે-જાત્યંઘા પણું દૂર કરવા માટે ઉપાય છે, પણ રાત્રિ છે માટે બોલવા લાયક નથી, ત્યારે નાના પક્ષિયે બહુ જ આગ્રહ
M૧૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org