________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
હવે રોજ આવી રીતે કરીશ.’ આ પાખંડ દેખી બિચારા ઘરના માણસોએ બોલવું બંધ કર્યું.
ધર્મપક્ષને અનુસરવામાં લલિતાંગ કુમારક્થા
શ્રીપુર નગરને વિષે જિતશત્રુ નામનો રાજા હતો. તેને લલિતાંગ નામનો પુત્ર હતો. તે સુશીલ પવિત્ર સદ્ગુણી અને અત્યંત ધર્મિષ્ટ હતો, પરંતુ એક સજ્જન નામના નાપિત જોડે તેને પરમ મિત્રાઇ હતી. વળી તે નાપિત અત્યંત દુષ્ટ હતો. એકદા પ્રસ્તાવે રાજાએ તેને કહ્યું કે ઉત્તમના સાથે સંગતિ કરવી, કહ્યું છે કે
जो जारिसेण संगं, करेइ अचिरेण तारिस होइ ।
कुसुमेहिं सह वसंता, तिलावि तग्गंधिया जाया
118 11 ભાવાર્થ : જે જેવાને જોડે સંગતિ કરે છે, તે થોડા જ ટાઇમમાં તેના જેવો થાય છે,કારણ કે કુસુમની સાથે વસનારા તલો પણ, તેના સમાન સુગંધવાળા થયા. કહ્યું છે કે
સાયર સંગ ગંગ જલ, ખારૂં હોય અપેય,
દુર્જનની સંગતિ થકી,તિમ જન દુઃખ પામેય
તે કારણ માટે જાતિ હીન એવા નાપિતની સાથે સંગતિ ન કરી. આવી રીતેરાજાએ ઘણા પ્રકારે નિવાર્યો છતાં પણ તેની મિત્રાઇ નહિ છોડાયી, રોષ પામેલ રાજાએ તેને પોતાની ઘરથી બહાર કાઢયો. ત્યારબાદ લલિતાંગ અને સજ્જન બન્ને વિદેશ ચાલ્યા. રસ્તામાં દુષ્ટ નાપિતે કહ્યું કે - હે લલિતાંગ ! ધર્મ અધર્મ આ બંનેમાં જય કોનો થાય ? તેથી કુમારે કહ્યું કે ધર્મનો જય થાય
નાપિત કહે છે કે પાપથી જ જય થાય. આવી રીતે વિવાદ કરતાં પોતાના ધનની બન્ને જણાએ હોડ કરી, અને આગળ આવેલા કેટલાયેક
Jain Education International
1
૧૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org