________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ચિંતવી એક પણ રત્ન ન લીધું, હવે કેટલાક દિવસે તે સાર્થવાહો નાના પ્રકારનાં રત્નોને મેળવી પાછા ફર્યા, તે વખતે તેને બોલાવવાને આવ્યા એટલે કહે છે કે ચિંતામણી રત્ન વિના હું ઘરે નહિ આવું, તે કહે છે કે દ્રવ્ય વિના કંઈ પણ નહિ, માટે કેવી રીતે આવું. લોકોએ કરૂણાથી કહ્યું કે-ઘરે ચાલ, તને એક રત્ન આપીશું. તે પુછે છે કે-ચિંતામણી ! અરે તું પોતે જ તેવા ચિંતામણી જેવો છે, માટે ચિંતામણી લઈને આવજે.” એમ કહી ચાલ્યા ગયા. હવે તે શીત આપ સુધા તૃષા વિગેરે કલેશોને છે માસ સુધી સહન કરી રહ્યો. એટલે રાત્રિને વિષે રોહણાચળ દેવને તેને કહ્યું કે “ભાઈ શું કામ મહેનત કરે છે, ઘણાં રત્નો છે, તે લઇને જા. તારા ભાગ્યમાં ચિંતામણી રત્નની પ્રાપ્તિ નથી.” ત્યારે તે દેવને કહે છે કે “બસ ! લોકોને વિષે ચિંતામણીની પ્રાપ્તિજ નથી.” તે દેવ કહે છે કે બહુ છે, પણ તારા ભાગ્યમાં નથી.” તે દેવને કહે છે કે – “હું રોજે ખોઘા કરીશ હવે તે કયાં સંઘરશે,' એવી રીતે છ માસ ગયા રોહણાચળનો સ્વામી દેવ આવ્યો અને કહ્યું “હે દરિદ્ર ! બીજા રત્નો ગ્રહણ કરીને જા.' તેણે માન્યું નહિ. દેવ પ્રસન્ન થયો-પ્રભાતે તને ચિંતામણી મળશે. પ્રાત:કાળે ખાણ ખોદતાં ચિંતામણી મળ્યું તે વારે સ્નાન કરી તેને પૂજન કરી કહે છે કે જો તું સાચો ચિંતામણી છે તો પાંચસો સોનામહોરના ઢગલા ઉપર બેસી જા. તે પ્રકારે થઈ જવાથી નિશ્ચય થયો. હવે ચિંતવે છે કે-મારા દેશમાં જઈને રિદ્ધીના ફલને ભોગવું કારણ કે જે લક્ષ્મી કુટુંબના ભોગમાં નથી આવતી, વળી જે અન્ય દેશમાં હોય છે, પોતાના દેશમાં હોતી નથી, તથા પોતાના મિત્રના ખાવમાં આવતી નથી, તથા જેને પોતાના શત્રુઓ પણ દેખતા નથી તેવી પુષ્ટ લક્ષ્મી વડે કરીને શું ? એમ ચિંતવી વાંસના અગ્રભાગે તૃષનો પુલો બાંધી સમુદ્ર તટે આવ્યો, ત્યાં સમુદ્ર કિનારે વાણીયા આવ્યા, તેણે પુછ્યું કે તું કોણ છે ? તેણે કહ્યું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org