________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
તે કહે છે કે પોરાકાના સરસવ જેટલા દોષોને દેખે છે ને પોતાના મેરૂ જેટલા દોષોને દેખતો નથી. સાધુઓ બ્રહ્મચારી હોય છે મણિ અને કાંચન તૃણ સમાન હોય છે, જો હે જયેષ્ટ આર્ય તાહરા પાત્રમાં શું છે? આવી રીતે તેણીયે કહેવાથી લજ્જાથી વિલક્ષણ થઈ આગળ ગયો દેવતા નાટક વિક્ર્વી રાજા થઈ હાથી ઉપર બેસી સન્મુખ આવે છે આચાર્યને દેખ્યો ભાવથી ઉપવાસનું પારણું હોવાથી વહોરવાની નિમંત્રણા કરી. આચાર્ય ભયથી ના પાડે છે જોર જુલમથી પાત્રામાં હાથ નાખતો દાગીના દેખી ભ્રકુટી ચડાવી હે અનાર્યકાર્યકર્તા હે ક્ષતવ્રત ! હે કુપાપી માહરા છે છોકરા માર્યા હવે કયાં જાય છે ? ભયભ્રાંત અને લજજાથી નીચુ ઘાલી રહ્યો તેવામાં તમામ હરણ કરી દેવ પ્રગટ થઈ બોધ નિમિત્તે કહે છે કે હાહાહા શ્રી સિદ્ધાન્તને ધારણ કરવાવાલા તમારા જેવાને આવા પ્રણામ ન ઘટે મારું આગમન સ્વર્ગથી ન થયું તેનું કારણ એ છે કે દેવતાઓ દિવ્યાનાટકાદિ વ્યાક્ષિપ્ત દેવાંગનાના પ્રેમ મનુષ્યકાર્યથી મુક્ત અશુભ દુર્ગધ પ00 યોજન ઉડવાથી વિષયાસકત વાસનાથી દેવતા મનુષ્ય લોકોમાં ન આવે એવું સાંભળી આચાર્ય વૈરાગી થઈ આત્મનિન્દા કરે છે. હા હા મનુષ્યપણું હણી નાખ્યું.જ્ઞાન હણ્ય, ધૈર્ય હણ્ય, બુદ્ધિહણી નાખી, પુરૂષાકાર હણ્યો,હે દુષ્ટદાયુક્ત જીવન ! જૈનશાસનનો સાર જાણ્યો છતાંય પણ આવી દુષ્ટ ભાવના ધારણ કરી ! અરે તે શું ધતુરો પીધો છે? તું શું અભવ્ય છે? જાણતો છતો પણ માર્ગ ભ્રષ્ટ થયો.સર્વથી લઘુ થયો હજી પણ બગડ્યુ નથી તપકર્મ કરી કર્મને ક્ષીણ કરૂં એવી રીતે સ્વસ્થ થયાદેવતા ખમાવી ભકિતથી નમસ્કાર કરી સ્વર્ગે ગયા અને આચાર્ય પોતાના વ્રતોમાં દઢ થઈ પોતે સદ્ગતિને વિશે ગયા.
૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org