________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે. આવા વાકયને શ્રવણ કરવાથી સૂરીશ્વરજીના વચન ઉપર રાજાને શ્રદ્ધા થઈ નહિ. હવે કોઈક ગામને વિષે કોઇક ખેડૂતનો છોકરો એક લાકડા ઉપર ઘાસનું ઝુંપડું બાંધી રહેતો હતો. અને પોતાના ખેતરનું રક્ષણ કરે છે. તેવામાં અકસ્માત સખત વરસાદ આવવાથી નદીને વિષે ઝુંપડું તણાવ્યું તે વખતે તે છોકરો ભરનિદ્રામાં પડેલો હતો. સખત વરસાદના ઝપાટાથી જાગી ઉઠયો, અને જ્યાં જુવે ત્યાં પોતાને નદીના પાણીમાં તણાતો દેખ્યો, અને ઝુંપડાના સર્પો, બીલાડા વિગેરેને ભરાયેલા દેખા,તેથી આશ્ચર્ય પામીને સર્પની તથા બીલાડીની પૂંછડીની ગાંઠ બાંધી એટલે સર્પને પીડા થવાથી છોકરાને કરડ્યો તેથી છોકરાએ તે સર્પનું મોડું પકડી અંદરથી મોણ લઇ, પાણીમાં ધોઈ પીવાથી તેનું વિષ ઉતરી ગયું તેથી સર્પ ઉતારવાનો ઉપાય તેના હાથને વિષે આવ્યો. એવામાં નદીમાં એક ઘડો તરતો આવ્યો છોકરાએ તે લઈ લીધો અને સર્પોને અંદર ભર્યા અને ઘડાના મોઢા ઉપર ભીનું લુગડું બાંધ્યું. હવે તેનું ઝુંપડું કુમુદવતી નગરીને કાંઠે અટકયું એટલે તેના ઉપરથી છોકરો ઉતર્યો અને ઉંચી ભૂમિ ઉપર ઉભો રહ્યો. આ વખતે પનીહારીઓ પાણી ભરવા જાય છે તેમાં એક પનીહારી પાણી ભરીને જતી હતી તેવામાં ઉંચે સ્થાને ઉભા રહેલા તે છોકરાએ તેના માથા ઉપરથી પાણીનો ઘડો ઉપાડી લઇને જલ્દીથી સર્પથી ભરેલો ઘડો મૂકી દીધો, પરંતુમનમાં વિચાર કર્યો કે અનર્થથશે, અને ભાઈએ પણ ભારથી કંઈ પણ જાણ્યું નહિ ત્યાર બાદ છોકરો તે બાઇની પાછળ ગયો તે બાઈએ શેઠને ત્યાં જ જઈને પાણીનું બેડું આપ્યુંઅને પોતાને ઘરે ગઈ નહિ અહિં તે શેઠને પોતાની સ્ત્રીના મરણની ખબર પડવાથી શેઠાણીને ઘરની અંદર પુરીને તાળું દીધું અને બહારબરાબર ચોકી પહેરા બેસાડયા, સંધ્યાકાળના ટાઈમે બાઇનું મરણ થયેલું હોવાથી ચોકી પહેરા તમામ ઉઠી ગયા. તે અવસરે પનીહારીયે શેઠાણીને બોલાવી કે આ તમારૂં પાણીનું બેડું લઈ લ્યો.તેથી શેઠાણીએ
૯૯
ભાગ-૧ ફર્મા-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org