________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શીયલ કુલને વિષે પ્રધાન છે, જે ભાવ તે ભવોદધિતરણી સમાન છે, ભાવ સ્વર્ગ, અને અપવર્ગ રૂપ નગરનેવિષે નિસરણીસમાન છે, તથા ભાવ જીવોના ચિત્તિત પૂરણ કરવાને માટેઅચિન્ય ચિન્તામણી રત્ન જેવો છે. એ પ્રકારે સાંભળવાથીરાજા શ્રાવક થયો. પૂર્વ ભણે છે, દાન આપે છે, શીયળ પાળે છે, તપ તપે છે. એકદા વૈતાઢયનું રાજ્ય મંત્રીને આપીને ચંદ્રલેખા યુક્ત માતપિતાને મળવા માટે ચક્રપુરે ગયો. ત્યાં તેનો પ્રવેશ મહોત્સવ થયો. એકદા ત્યાં જૈનાચાર્ય આવ્યા તેમણે ધર્મદેશના આપી. जाव जरा न पीडेइ वाही जावनवढइ । जाविदिय न हायंति, ताव धम्मं समाचरे ॥१॥
ભાવાર્થ : જયાં સુધી અવસ્થા પીડા કરે નહિ. જ્યાં સુધી ઇંદ્રિયોની હાની થાય નહિ, જ્યાં સુધી વ્યાધિ વૃદ્ધિને પામે નહિ, ત્યાં સુધીમાં જ ધર્મનું સેવન કરી લેવું જોઈએ, કારણ કે પછી કાંઈ પણ બની શકતું નથી. વજયુદ્ધરાજા પોતાના પુત્રના વૈભવને દેખીને કેવલીને પુછે છે, તે ભગવાન્ ! આણે પૂર્વભવમાં શું પુન્ય કર્યું છે કે તે આવી ઋદ્ધિ પામ્યો, ગુરૂ કહે છે, કે પ્રતિષ્ઠાનપુરને વિષે વિમલપતિ નામનો શ્રેષ્ઠી હતો.તેણે માસોપવાસી સાધુને પારણે દાનદીધું તેના પ્રભાવથી દેવમુરૂ વિષે યુગલિયાપણે ઉત્પન્ન થયો ત્યારબાદ સૌધર્મ દેવલોકે દેવથયો. ત્યાંથી તારો પુત્ર રત્નસાર થયોતે સાંભળી બને પિતા-પુત્ર દીક્ષા લીધી, ને મોક્ષે ગયા.
Ofસુગુરૂ ગુરૂ વિષયે સિંહ શૃંગાલથા O
ભુરિભીષણ નામના વનને વિષે કુશોદર નામનો સિંહ રહેતો હતો, અને તેને હોસ્ત ટુક્કર શીયાલાદિતમામ ચતુષ્પદ જીવો, સેવકની જેમ સેવતા હતા. એકદા પ્રસ્તાવ અત્યંત વિશાળ કૂવાને વિષે રાત્રિ (૧૦૫
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org