________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગ્લાનિ કરે નહિ.
(૫) ધૈર્ય બળથી કોઈ પણ રીતે તપમાં પણ, મન બળથી તેમ જ શરીર બળથી ગ્લાનિ કરે નહિ.
સાધુ મનથી પણ ન ઇચ્છેHO एला लवंग केला, खयरयडी खयर सारकपुरा । खारकटुप्पर खजूरा, गुल सव्वफलसागा ॥१॥ अप्पेवि जो उ कच्चे एयाणिं किंचि सेवए साहू । सो पाविठ्ठो धिठों परमप्राणं च बोलेइ ॥२॥
ભાવાર્થ : એલચી, લવીંગ, કેળા, ખેરો કપૂર, ખારેક, ટોપરું, ખજૂર, ગોળ સર્વ જાતના ફલો તેમજ સર્વ જાતના શાકો વિગેરે અલ્પ કર્મનાયોગે પણ આ ઉપરોક્ત તમામમાંથી સાધુ કાંઈપણ વાપરે તો તે પાપિષ્ટ, દુષ્ટ પર એટલે બીજાને અને પોતાના અત્માને બાળે છે. બુડાડે
છે.
- બ્રહ્મ સાધુનું દૃષ્ટાંત TO એકદા શ્રી વર્ધમાન સ્વામી સર્વ સાધુના પરિવાર સાથે વિચરતાં વિચરતાં અપાપા નગરીને વિષે સમવસર્યા તે નગરીને વિષે ઘણા બ્રાહ્મણો વસે છે. ત્યાં એક વસુભૂતિ નામનો ચૌદ વિદ્યાનો પારગામી બ્રાહ્મણ છે. તેનો પુત્ર બ્રહ્મદેવ, પુરાણ, શ્રુતિ, સ્મૃતિ, શિક્ષકલ્પ, વ્યાકરણ, તર્કશાસ્ત્રદિમાં પારગામી છે. પોતે ભણે છે ને છાત્રોને ભણાવે છે. એકદા લોકના મુખથી સાંભળ્યું કે - “આજે સર્વજ્ઞ આવેલ છે.” બ્રહ્મ જાણ્યું કે-સર્વ નાનાતિ સ સર્વજ્ઞ કહેવાય હું તો કિંચિત્ જાણું છું, તે કારણ માટે સર્વજ્ઞ પાસે તેનું શાસ્ત્ર મારે ભણવું જોઇએ. જેથી કરીને હું પણ સર્વજ્ઞ થાઉં. એવું ચિંતવન કરી શ્રી વર્ધમાન સ્વામી પાસે ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org