________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નામે રાજા હતો અને તે અત્યંત પ્રતાપી હતો. તે નગરને વિષે ઉત્તમ પ્રકારની સમૃદ્ધિ વડે કરી યુક્ત ધારણ નામનો વ્યવહારી વસતો હતો તેને કમલા નામની પ્રિયા હતી. તેઓ સુખી હોવાથી સંસાર વ્યવહાર શાન્તિથી ચલાવતા-કાળ નિર્ગમન કરતા હતા. અન્યદા પૂર્વ કર્મના પાપોદયને લઈને તેની લક્ષ્મી નાશ પામી તેથી ધારણ મહાન ચિંતા સમુદ્રમાં પડયો ફક્ત એક જ સુવર્ણ પલંગ રહ્યો. ખાવું, પીવું, વડીનીતિ, લઘુનીતિ વિગેરે તેના અંદર જ કરે છે, છતાં નિદ્રામાં પલંગનો પણ નાશ થયો. તેથી વિશેષ ચિંતા થવાથી મૂઢ બની ગયો અને લક્ષ્મી ઉપાર્જન કરવા માટે વહાણમાં ચડી પરદેશ ગયો. ત્યાં દુઃખથી કાંઇક દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેવામાં તેને કોઈ એક મિત્ર થયો. પરંતુ તે બહુ જ કપટી હતો, છતાં પણ તેને યોગે ઘણું દ્રવ્ય પ્રાપ્ત કર્યું. ત્યારબાદ પોતાના ગામ પ્રત્યે જવાની ઇચ્છા કરી તેવામાં કપટી મિત્રે તે દ્રવ્ય હરણ કરીને બીજાના વહાણનો આશ્રય લીધો, તેથી માખીના પેઠે હાથ ઘસતો ધારણ તેની પછીતેજ વહાણમાં ચડ્યો. અનુક્રમે ચાલતા તે વહાણ ભાગ્યું ધારણને ભાગ્યયોગે લાકડું હાથમાં આવવાથી સમુદ્રકાંઠે આવ્યો. નાવું ધોવું ખાવું પીવું વિગેરેનો ત્યાગ કરીને રાત દિવસ ધન ધન કરતો ચોતરફ ભટકવા લાગ્યો. હવે ચોતરફ ફરતા ફરતા એક ખાડામાં પડ્યો. પડયો પડયો મનુષ્યની ભાષા સાંભળવા લાગ્યો. ત્યાં પર્વતની ગુફામાં રહેલ એક જણ બીજાને સુવર્ણસિદ્ધિનો ઉપદેશ કરે છે તે સાંભળે છે. धम्मो मंगलमुक्किट्ठे, अहिंसा संजमोय तवो, देवावि तं नमसंति, जस्म धम्मे सयामणुओ ॥१॥
ભાવાર્થ : ધર્મ એટલે પારદ-પારો, મંગલ એટલે સંપૂર્ણ, ઉત્કૃષ્ટ એટલે તામ્ર-તાંબુ, અહિંસા એટલે કથીર, સંયમ એટલે અગમ્યવૃક્ષ તપ એટલે કાળો ધંતુરો, દેવાવિ એટલે પીપલાશ, પીળોખાખરો, બસ
CO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org